
IPL ની હરાજી પહેલા સામે આવ્યા મોટા સમાચાર.RCB-RR પછી શાહરૂખની KKR વેચાવા માટે તૈયારશાહરૂખ ખાન, જુહી ચાવલા અને જય મહેતાએ કોલકાતા નાઈટ રાઈડર્સને આશરે રૂ.૨૯૮ કરોડમાં ખરીદી હતી.ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૯મી સીઝન માટે મીની ઓક્શન ૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે યોજાયું હતું. હરાજીના ત્રણ દિવસ પછી, ભૂતપૂર્વ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વિશે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. એક અહેવાલ મુજબ, ત્રણ વખતની IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) માં હિસ્સો વેચાઈ રહ્યો છે.IPL ૨૦૨૬ ની શરૂઆત પહેલાં વેચાયેલી આ ત્રીજી ફ્રેન્ચાઇઝ છે. પ્રથમ વર્તમાન IPL ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વેચાઈ રહ્યાના સમાચાર આવ્યા. પછી લીગની શરૂઆતની ચેમ્પિયન, રાજસ્થાન રોયલ્સના સમાચાર આવ્યા.
મનીકંટ્રોલના અહેવાલ મુજબ, શાહરૂખ ખાન અને જુહી ચાવલા-જય મહેતાની માલિકીની કોલકાતા નાઈટ રાઇડર્સ, આવતા વર્ષે એટલે કે ૨૦૨૬ માં વેચાણ પ્રક્રિયા શરૂ કરી શકે છે. જાેકે, અહેવાલમાં જણાવાયું છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સની તુલનામાં કોલકાતામાં માત્ર એક નાનો હિસ્સો વેચાશે. નોંધનીય છે કે બેંગલુરુના માલિક, ડિયાજિયોએ તાજેતરમાં પુષ્ટિ આપી હતી કે તેઓ માર્ચ ૨૦૨૬ પહેલાં ફ્રેન્ચાઇઝ વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરવાનો ઇરાદો ધરાવે છે. બેંગલુરુ અને રાજસ્થાનના કિસ્સામાં, ફ્રેન્ચાઇઝની માલિકી સંપૂર્ણપણે બદલાઈ જવાની તૈયારીમાં છે. જાેકે, કોલકાતાની કહાની આ બે ફ્રેન્ચાઇઝીથી અલગ છે. અહેવાલો સૂચવે છે કે હાલમાં, ફક્ત મહેતા ગ્રુપ જ એક નાનો હિસ્સો વેચવાનો ઇરાદો ધરાવે છે, પરંતુ આ ફ્રેન્ચાઇઝના માલિકી નિયંત્રણને અસર કરશે નહીં.
ત્રણ વખતની IPL ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઇડર્સ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન, પીઢ અભિનેત્રી જુહી ચાવલા અને તેના પતિ જય મહેતાની માલિકીની છે. આ ફ્રેન્ચાઇઝી નાઈટ રાઇડર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ હેઠળ ચલાવવામાં આવે છે, જે શાહરૂખ ખાનની કંપની, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટની માલિકીની કંપની છે, જેમાં ૫૫% હિસ્સો છે. જુહી ચાવલા અને જય મહેતાના મહેતા ગ્રુપ ૪૫% હિસ્સો ધરાવે છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ એ ઈન્ડિયન પ્રીમિયર લીગની આઠ મૂળ ફ્રેન્ચાઈઝીઓમાંની એક છે, જેની સાથે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ૨૦૦૮ માં IPL શરૂ કરી હતી. શાહરૂખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને જુહી ચાવલા અને તેના પતિ જય મહેતાના મહેતા ગ્રુપે કોલકાતા નાઈટ રાઈડર્સને ઇં૭૫ મિલિયન (તે સમયે આશરે રૂ. ૨૯૮ કરોડ) માં ખરીદી હતી. તે સમયે, ફ્રેન્ચાઈઝી આઠ IPL ટીમોમાં સાતમી સૌથી મોંઘી ટીમ હતી. ટીમનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે, તેણે ૨૦૧૨ માં તેનું પહેલું IPL ટાઇટલ જીત્યું, ફરી ૨૦૧૪ માં, અને ૧૦ વર્ષ પછી ૨૦૨૪ માં ત્રીજી વખત જીત્યું.




