શાહરુખ સાથે ટકરાવા કોઈ નિર્માતા તૈયાર નહીં કિંગ સાથે ટક્કર ટાળવા અનીત પડ્ડાની શક્તિ શાલિનીને માર્ચમાં ધકેલાઇ ‘શક્તિ શાલિની’ ફિલ્મમાં અનીત પડ્ડાની સાથે વિશાલ જેઠવા મુખ્ય ભૂમિકામાં છે. નાના પાટેકરની આ છેલ્લી ફિલ્મ બની રહેશે
હોરર કોમેડી ‘શક્તિ શાલિની’ને ક્રિસમસ એટલે કે ડિસેમ્બર ૨૦૨૬માં રજૂ કરવાની યોજના બદલી તેને હવે માર્ચ મહિનામાં રીલિઝ કરવાની વિચારણા થઇ રહી છે.ડિસેમ્બરમાં શાહરુખ ખાનની મેગાબજેટ ફિલ્મ ‘કિંગ’ આવી રહી છે તેની સાથે બોક્સ ઓફિસ પર ટક્કર ટાળવા માટે ‘શક્તિ શાલિની’ની રીલિઝને માર્ચમાં ધકેલવામાં આવી રહી છે.જાન્યુઆરીમાં ‘લવ એન્ડ વોર’ અને ‘ગોલમાલ ફાઇવ’ આવી રહી છે તો ફેબુ્રઆરીમાં ‘નાગઝિલ્લા’ અને ‘મુપાપા’ રિલિઝ થવાની છે.પરંતુ માર્ચમાં કોઇ મોટી ફિલ્મ રજૂ થવાની ન હોઇ અનીત પડ્ડાની બીજી ફિલ્મને મોકળું મેદાન મળી રહે તે માટે માર્ચમાં રજૂ કરાશે.‘શક્તિ શાલિની’ ફિલ્મમાં અનીત પડ્ડાની સાથે વિશાલ જેઠવા મુખ્ય ભૂમિકામાં છે. નાના પાટેકરની આ છેલ્લી ફિલ્મ બની રહેશે. આ ફિલ્મનું ર્નિદેશન આદિત્ય સરપોતદારે કર્યું છે.




