
‘સંદેસે આતે હૈં’નું નવું વર્ઝન ૨ જાન્યુઆરીએ લોંચ થશે.બોર્ડર ૨નું ‘ઘર કબ આઓગે’ લોંગેવાલામાં બીએસએફના જવાનો સાથે લોંચ થશે.બોર્ડર ૨માં સન્ની દેઓલ ફરી એક વખત જાેવા મળશે, જે લેફ્ટનન્ટ કર્નલ ફતેહ સિંઘ કાલેરના રોલમાં જાેવા મળશે.બોર્ડર ફિલ્મનું સૌથી યાદગાર અને ખુબ લોકપ્રિય ગીત ‘સંદેસે આતે હૈં’ નવા રંગરૂપમાં ફરી ‘બોર્ડર ૨’માં આવી રહ્યું છે. તે ફિલ્મ માટે પણ એક મહત્વની બાબત છે. ત્યારે હવે એવા અહેવાલો છે કે ગીતનું નવું વર્ઝન ૨ જાન્યુઆરીએ ૧૯૭૧ના ભારત પાકિસ્તાન યુદ્ધ સ્થળ લોંગેવાલા ખાતે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો સાથે લોંચ કરવામાં આવશે. જેસલમેર પાસે આવેલા તનોટ માતા મંદિર અને બેબલિઆન ખાતે તેના માટે એક ખાસ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આ ગીતનો એક નાનો પ્રમોશનલ વીડિયો પણ લોંચ કરવામાં આવશે. લોંગેવાલા ખાતે આ ગીતને લોંચ કરવા પાછળ ભાવનાત્મક અને ઐતિહાસિક મહત્વ રહેલું છે. કારણ કે ૧૯૯૭માં આવેલી ઓરિજિનલ બોર્ડર ત્યાંની ઘટનાઓ પરથી પ્રેરિત ફિલ્મ હતી અને એ સ્થળો પર બીએસએફના જવાનો સાથે ગીત લોંચ કરવું એ ભારતીય સેનાને એક શ્રદ્ધાંજલિ છે.
સાથે જ તનોટ માતા મંદિર અને બેબલિયાનનું દેશભક્તિની રીતે પણ ઘણું મહત્વ છે, જે ગીતનો બલિદાન, ફરજ અને સંસ્મરણોનો જુસ્સો પણ જીવંત કરે છે. મહત્વની વાત એ પણ છે કે જુના ‘સંદેસે આતે હૈં’ ગીચને હવે બોર્ડર ૨માં ‘ઘર કબ આઓગે’ નામ આપવામાં આવ્યું છે, આ બાબતે સેન્સર વબોર્ડ દ્વારા અપાયેલા સર્ટિફિકેટ પરથી માહિતી મળે છે. આ ગીતને સેન્સરે કોઈ પણ કટ વિના પાસ કરી દીધું છે, જે ૩ મિનિટ અને ૨૩ સેકન્ડનું ગીત છે. આ ગીતમાં મૂળ જુના ગીતના લાગણીઓને અકબંધ રાખીને નવા સ્વરુપમાં સેનાના જવાનો અને તેમના પરિવારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ‘સંદેસે આતે હૈ’ ગીતમાં વિરહ, પરિવારથી વિખુટા પડવાની પીડા અને દેશભક્તિની લાગણીઓ દરેક દેશવાસીઓને સ્પર્ષી ગઈ હતી. દરેક પેઢીના લોકોને આ ગીત શબ્દસ: યાદ હોય છે, ત્યારે હવે નવું વર્ઝન એવું હોવું જાેઈએ જે જુના ગીતની અપેક્ષાઓ પર ખરું ઉતરે. ત્યારે ઘર કબ આઓગેમાં પણ અંગત ફરજાે સાથે સૈનિકો અને તેમના પરિવારોની લાગણીઓને કેન્દ્રમાં રાખવામાં આવી છે. બોર્ડર ૨માં સન્ની દેઓલ ફરી એક વખત જાેવા મળશે, જે લેફ્ટનન્ટ કર્નલ ફતેહ સિંઘ કાલેરના રોલમાં જાેવા મળશે. તે ઉપરાંત વરુણ ધવન મેજર હોંશિયાર સિંહ દહિયા, તો દિલિજિત દોસાંજ ઇન્ડિયન એરફોર્સના ઓફિસર ફ્લાઇંગ ઓફિસર ર્નિમલજીત સિંધ સેખોં તરીકે, અહાન શેટ્ટી ઇન્ડિયન નેવીના ઓફિસર લેફ્ટનન્ટ કમાન્ડર આલ્ળેડ નોરોન્હાના રોલમાં જાેવા મળશે. તેમના ઉપરાંત આ ફિલ્મમાં મોના સિંઘ, મેધા રાણા, સોનમ બાજવા, આન્યા સિંઘ પણ આ અધિકારીઓની પત્નીઓના રોલમાં જાેવા મળશે. આ ફિલ્મ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬ના દિવસે રિલીઝ થશે.




