
પેચ કાપી બૂમો પાડી; ચિક્કીની જયાફત માણી.ઉત્તરાયણ પહેલા પતંગ ચગાવવા માટે ધાબે ચઢ્યો અભિષેક શર્મા.આ પછી સાંજે અભિષેક પંજાબી સિંગર એપી ઢિલ્લોનના કોન્સર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે સ્ટેજ શેર કર્યું હતું.ભારતીય ક્રિકેટ ટીમનો બેટર અભિષેક શર્મા વિજય હજારે ટ્રોફીની મેચ પહેલા જયપુર પહોંચ્યો છે. ઉત્તરાયણ પહેલા પતંગ ચગાવવા અભિષેક શર્મા ધાબે ચઢ્યો હતો. મેચના એક દિવસ પહેલા રવિવારે (૨૮ ડિસેમ્બર) પિંકસિટી જયપુરના પરકોટમાં શર્માએ પતંગ ઉડાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. અભિષેક શર્મા પેચ કાપી બૂમો પાડતો અને ચિક્કીની જયાફત માણતો જાેવા મળ્યો હતો.
અભિષેક તેના કેટલાક સાથી ખેલાડીઓ સાથે પરકોટ સ્થિત બ્રહ્મપુર વિસ્તારમાં એક ઘરના ધાબા પરથી પતંગ ઉડાવતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં પેચ કાપતા અભિષેકે એ કાપ્યો… બૂમો પાડીને પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો.
પતંગ ઉડાવતી વખતે અભિષેકે જયપુરના પારંપરિક સ્વાદનો પણ આનંદ માણ્યો. જેમાં લાડુ, તલપાપડી અને ગરમાગરમ પકોડાનો સ્વાદ માણ્યો અને ચાહકો સાથે ફોટા પડાવ્યા હતા. આ પછી સાંજે અભિષેક પંજાબી સિંગર એપી ઢિલ્લોનના કોન્સર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે સ્ટેજ શેર કર્યું હતું.
અભિષેક શર્મા વિજય હજારે ટ્રોફીમાં પંજાબ તરફથી રમી રહ્યો છે, અને સોમવારે પંજાબ અને ઉત્તરાખંડ વચ્ચેની મેચ રમાશે. પતંગ ઉડાવતી વખતે અભિષેકે ચાહકો સાથે ફોટા પણ પડાવ્યા હતા.
અભિષેકે કહ્યું કે, જયુપર આવાનું થાય અને પતંગ ચગાવવાની સિઝન હોય અને પતંગ ન ઉડાવીએ તો પછી શું કામનું. તમને જણાવી દઈએ કે, આ વર્ષે માર્ચ મહિનામાં પણ અભિષેક પતંગ ચગાવતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો.




