
પીએનજી જ્વેલર્સે લાઈટસ્ટાઈલ બાય પીએનજી સાથે વૃદ્ધિનો આગામી તબક્કો ધારદાર બનાવે છેઃ સારા તેંડુલકરને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરાઈ પુણે, ડિસેમ્બર 2025: પીએનજી જ્વેલર્સની સમકાલીન લાઈટવેઈટ ફાઈન જ્વેલરી બ્રાન્ડ લાઈટસ્ટાઈલ બાય પીએનજી દ્વારા સારા તેંડુલકરને તેની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિની ઘોષણા કરવા સાથે ભારતના ભાવિ જ્વેલરી ગ્રાહકો સાથે બ્રાન્ડનું જોડાણ મજબૂત બનાવવામાં મોટું પગલું લીધું છે.
આ સહયોગ પીએનજી જ્વેલર્સના લીગસી ગ્રાહકો અને તેના ભાવિ ગ્રાહકો વચ્ચે વ્યૂહાત્મક અંતર તરીકે લાઈટસ્ટાઈલની ભૂમિકા પર ભાર આપે છે. પીએનજી લગભગ બે સદીથી પેઢી દર પેઢી વિશ્વસનીય નામ છે ત્યારે લાઈટસ્ટાઈલ આધુનિક રિટેઈલ ફોર્મેટ, સમકાલીન ડિઝાઈન લેન્ગ્વેજ અને ઓમ્ની- ચેનલ અનુભવ થકી ભાવિ પેઢીને સુસંગત રહેવા માટે સતર્કતાથી નિર્માણ કરાયું છે.
લાઈટસ્ટાઈલ પાછળના વિશાળ ધ્યેય પર બોલતાં પીએનજી જ્વેલર્સના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડો. સૌરભ ગાડગિલે જણાવ્યું હતું કે, “લાઈટસ્ટાઈલ બાય પીએનજી ભાવિ ગ્રાહકો સાથે અમારા મોજૂદ ગ્રાહકો વચ્ચેનું અંતર દૂર કરવા સતર્ક અને લાંબા ગાળાનો પ્રયાસ છે. પીએનજીએ પેઢી દર પેઢી વિશ્વાસ જીત્યો છે ત્યારે આજે યુવા ગ્રાહકો વિચારે, ખરીદી કરે અને પોતાને વ્યક્ત કરે તે રીત સાથે સુસંગત રહેવાનું અમારે માટે તેટલું જ મહત્ત્વપૂર્ણ છે. લાઈટસ્ટાઈલ મજબૂત ઓમ્નીચેનલ હાજરી સાથે આધુનિક રિટેઈલ ફોર્મેટ તરીકે નિર્માણ કરાઈ છે, જે ફક્ત પારંપરિક અવસરોને બદલે રોજબરોજના અવસરો આસપાસ તૈયાર કરવામાં આવી છે. આ ટૂંકા ગાળાની સ્ટાઈલ પહેલ નથી, પરંતુ મર્ચન્ડાઈઝિંગ, નિયોજન, માર્કેટિંગ અને ડિજિટલ મંચો પર કેન્દ્રિત સમર્પિતતા સાથે પીએનજીની છત્રછાયા હેઠળ ગંભીર વેપાર ક્ષિતિજ છે. અમારા પાઈલટ સ્ટોર્સને પ્રોત્સાહનજનક પ્રતિસાદે બ્રાન્ડને મુખ્ય બજારોમાં માળખાબદ્ધ રીતે ઉચ્ચ સ્તરે લઈ જવાનો આત્મવિશ્વાસ અમને આપ્યો છે.’’
સારા તેંડુલકરની નૈસર્ગિક મનોહરતા, આધુનિક દ્રષ્ટિબિંદુ અને મજબૂત ડિજિટલ જોડાણે બ્રાન્ડની ફિલોસોફી માટે તેને મજબૂત અનુકૂળ બનાવી છે. ઈન્સ્ટાગ્રામ પર 8.9 મિલિયન ફોલોઅરો સાથે તે અંડરસ્ટેટેડ સ્ટાઈલ, વિશ્વસનીયતા અને સંતુલિત હાજરી માટે વ્યાપક રીતે ઓળખાય છે. તેની ક્લીન સિલ્હલ્ટસ, મિનિમલ એમ્બેલિશમેન્ટ અને કમ્ફર્ટ પ્રેરિત ફેશન માટે અગ્રતાએ લાઈટસ્ટાઈલના ડિઝાઈન ઈથોઝ સાથે સહજ રીતે સુમેળ સાધ્યો છે.
આ અવસરે બોલતાં સારા તેંડુલકર કહે છે, “લાઈટસ્ટાઈલ સહજતા અને વ્યક્તિગતતાનું ભાન પ્રદર્શિત કરે છે, જે મને અત્યંત સ્વાભાવિક લાગે છે. જ્વેલરી હલકી, વિચારપૂર્વક અને રોજબરોજના જીવન માટે તૈયાર કરવામાં આવી છે, જેથી આ ભાગીદારી ખરા અર્થમાં રોમાંચક બનાવે છે.’’
આમાં ઉમેરો કરતાં લાઈટસ્ટાઈલ બાય પીએનજીના માર્કેટિંગ અને ઈ-કોમર્સના હેડ હેમંત ચવાણે જણાવ્યું હતું કે, “સારા લાઈટસ્ટાઈલ જેને માટે નિર્માણ કરાઈ છે જે યુવા મહિલાની વિચારધારા આલેખિત કરે છે, જેમાં તેની પોતાની રીતે આત્મવિશ્વાસ, આધુનિક અને એક્સપ્રેસિવનો સમાવેશ થાય છે. યુવા દર્શકો સાથે સહજતાથી કનેક્ટ થવાની તેની ક્ષમતા ડિઝાઈન, સહજતા અને વિશ્વસનીયતાની કદર કરતા ભાવિ ગ્રાહકો માટે અગ્રતાનું જ્વેલરી સ્થળ બનવાની લાઈટસ્ટાઈલની મહત્ત્વાકાંક્ષાને મજબૂ કરે છે.’’
બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સારા બ્રાન્ડ અને કલેકશન કેમ્પેઈનોમાં દેખાશે, ડિજિટલ પહેલો, મિડિયા ઈન્ટરએકશન્સમાં ભાગ લેશે અને મુખ્ય સ્ટોર લોન્ચમાં હાજરી આપશે. તે ચુનંદાં કલેકશન્સ માટે સ્ટાઈલ મ્યુઝ તરીકે પણ કામ કરશે. બે વર્ષની ભાગીદારી ડિસેમ્બર 2025થી શરૂ થાય છે, જેમાં કલેકશન્સમાં માર્ચ 2026 પછી લોન્ચમાં સારા દેખાશે.
લાઈટસ્ટાઈલ બાય પીએનજી પીએનજી છત્રછાયા હેઠળ અજોડ વેપાર ક્ષિતિજ તરીકે કામ કરે છે, જે સ્વ- ખરીદી, ગિફ્ટિંગ કે રોજબરોજના અવસરો માટે પારંપરિક અથવા તહેવારના અવસરોની પાર જ્વેલરી ખરીદી કરતી મહિલાઓને પહોંચી વળે છે. બ્રાન્ડ મજબૂત ઓમ્નીચેનલ અભિગમનું પાલન કરે છે, જે પ્રત્યક્ષ સ્ટોર્સ, ડિજિટલ મંચો અને કન્ટેન્ટ પ્રેરિત સહભાગને જોડે છે.
પુણે અને ગોવામાં પાઈલટ સ્ટોર્સમાંથી પ્રોત્સાહનજનક પ્રતિસાદ પછી લાઈટસ્ટાઈલ હવે માળખાબદ્ધ વિસ્તરણ કરવા માટે સુસજ્જ છે. બ્રાન્ડ નાણાકીય વર્ષ 2028 સુધી 50 સ્ટોર્સ આસપાસ વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે, જેમાં કંપનીની માલિકીના અને ફ્રેન્ચાઈઝ માલિકીની ફોર્મેટ્સનું સંમિશ્રણ રહેશે, જેને મજબૂત ઓનલાઈન સ્ટોર અને એપનો ટેકો રહેશે. વિસ્તરણના આરંભિક તબક્કામાં મહારાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરાશે, જે પછી ભારતના અન્ય ભાગોમાં વિસ્તરણ કરાશે.




