
હવે ફિલ્મ ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૨૬માં રિલીઝ થઈ શકે છે ભણસાલીની લવ એન્ડ વૉરનું શૂટિંગ મે ૨૦૨૬ સુધી ચાલશે આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૨૫માં રિલીઝ થવાની વાત હતી પરંતુ છેલ્લા દોઢ વર્ષથી આ ફિલ્મ પાછી ઠેલાઈ રહી છે
સંજય લીલા ભણસાલી તેમની આગામી ફિલ્મ ‘લવ એન્ડ વૉર’માં ઇન્ડસ્ટ્રીની હાલની સૌથી મજબુત કાસ્ટ સાથે બનાવી રહ્યા છે. જેમાં પહેલી વખત આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે જાેવા મળશે. ૨૦૨૪ના નવેમ્બર મહિનાથી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને આ ફિલ્મ ડિસેમ્બર ૨૦૨૫માં રિલીઝ થવાની વાત હતી. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી આ ફિલ્મ પાછી ઠેલાઈ રહી છે. પછી ફિલ્મની ટીમ દ્વારા જાહેર કરાયું કે આ ફિલ્મ ૨૦૨૬ની ઇદ પર રિલીઝ કરાશે. પરંતુ હવે એવું લાગે છે કે આ ફિલ્મ માર્ચ ૨૦૨૬ સુધીમાં પણ પુરી થશે નહીં. હવે એવા અહેવાલો છે કે આ ફિલ્મનું શૂટિંગ ફરી લંબાયું છે અને તેના કારણે તેનું બજેટ પણ વધી ગયું છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંજય લીલા ભણસાલીની ફિલ્મનું શૂટિંગ મે ૨૦૨૬ સુધી ચાલશે. સુત્રએ જણાવ્યું, “રણબીર, આલિયા અને વિકીએ મે ૨૦૨૬ સુધીની તારીખો આપી દીધી છે.
લવ એન્ડ વૉરનું શૂટિંગ લાંબું ચાલતાં આ ત્રણેયની એના પછીની ફિલ્મો પણ પાછી ઠેલાઈ છે.”સુત્રએ આગળ જણાવ્યું કે રણબીરે પહેલાં પણ ભણસાલીને ફિલ્મ જુન મહિના સુધીમાં રિલીઝ કરવા કહ્યું હતું, પરંતુ હવે એ શક્ય લાગતું નથી. તેમણે આગળ જણાવ્યું, “લવ એન્ડ વોર જુનમાં રિલીઝ થાય એવી કોઇ શક્યતા દેખાતી નથી. હવે ભણસાલીનો વિચાર આ ફિલ્મ ઓગસ્ટ કે સપ્ટેમ્બર ૨૦૨૬માં રિલીઝ કરવાનો છે. ટૂંક સમયમાં જ ફિલ્મની નવી તારીખ જાહેર કરવામાં આવશે. તેના કરતમાં રણબીરની રામાયણની ટીમ પણ મુશ્કેલમાં મુકાય એવી સ્થિતિ છે. કારણ કે એ લોકો રણબીરની બે ફિલ્મ વચ્ચે કમ સે કમ છ મહિનાનું અંતર રાખવા માગતા હતા. શૂટ મોડું પડતાં લવ એન્ડ વૉરનું બજેટ પણ વધી ગયું છે.” એવી ચર્ચા છે કે જાન્યુઆરીમાં તેની રિલીઝ ડેટ જાહેર થઈ શકે છે અને કલાકારોનો ફર્સ્ટ લૂક પણ જાહેર થઈ શકે છે.




