
પહેલી વખત ગોલમાલમાં મહિલા વિલન જાેવા મળશે રોહિત શેટ્ટીની ગોલમાલમાં ફરી એક વખત જૂની કાસ્ટ જાેવા મળશે આ ફિલ્મમાં જાેની લીવર, અશ્વિની કલેશકર, મુકેશ તિવારી અને સંજય મિશ્રા પણ વિવિધ રોલમાં જાેવા મળશે
રોહિત શેટ્ટીની લોકપ્રિય કોમેડી ફ્રેન્ચાઇઝીની ફિલ્મ ગોલમાલના વધુ એક ભાગની રાહ જાેવાઈ રહી છે. પાંચમી ગોલમાલમાં ખાસ વાત એ છે કે પહેલી વખત એક મહિલા વિલન જાેવા મળશે અને સાથે એમાં ફેન્ટસીનું તત્વ પણ જાેવા મળશે.રોહિત શેટ્ટીની પહેલી ગોલમાલ:ફન અનલિમિટેડ ૨૦૦૬માં આવી હતી.પીટીઆઈના અહેવાલ અનુસાર, ફરી વખત ગોલમાલ ૫માં અજય દેવગન, અર્શદ વારસી, તુષાર કપૂર, શ્રેયસ તળપદે, કુનાલ ખેમુ અને શર્મન જાેશી જાેવા મળશે. આ ફિલ્મ સાથે સંકળાયેલા સુત્રોના જણાવ્યા અનુસાર, આ માત્ર કોઈ કોમેડી ફિલ્મ નથી, “આ એક ફેન્ટસી કોમેડી ફિલ્મ હશે.” જેમાં આ ફિલ્મ જે પ્રકારની કોમેડી માટે જાણીતી છે, તે તો જાેવા મળશે જ સાથે આ વાર્તમાં ફેન્ટસી પણ ઉમેરાશે.સૌથી મહત્વની વાત એ છે કે ગોલમાલ ૫માં પહેલી વખત કોઈ ફિમેલ વિલન જાેવા મળશે.
જાેકે, હજુ આ એક્ટ્રેસ માટેનું કાસ્ટિંગ ચાલુ છે, પરંતુ મેકર્સે સ્ક્રિપ્ટ એ રીતે લખી છે કે તેમાં નેગેટિવ રોલમાં કોઈ મહિલા હોય, સુત્રએ જણાવ્યું, “આ વાર્તા એ રીતે લખાઈ છે કે તેમાં નકારાત્મક રોલમાં કોઈ મહિલા હોય.”આ ફ્રેન્ચાઇઝીની આગળની ફિલ્મોની જેમ આ ફિલ્મમાં પણ જાેની લીવર, અશ્વિની કલેશકર, મુકેશ તિવારી અને સંજય મિશ્રા પણ વિવિધ રોલમાં જાેવા મળશે. જેઓ વાર્તાને વધુ કોમેડી બનાવશે. લગભગ બે દાયકામાં આ ફ્રેન્ચાઇઝીએ એક વિચિત્ર પાત્રો સાથે વિચિત્ર ઘટનાઓ અને મજાની એક અલગ છાપ ઉભી કરી છે. તો ફરી એક વખત તેની જુની મજા જાળવી રાખીને નવા પ્રકારની વાર્તા સાથે આ ફિલ્મ કોમેડી ફિલ્મ દર્શકોને મજા કરાવશે.




