
હવામાન વિભાગની આગાહી.બંગાળની ખાડી બાદ હવે હિન્દ મહાસાગરમાં તોફાનના ભણકારા.તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં મોટા પાયે વરસાદ અને ભારે હવાઓનું અનુમાન લગાવતા એલર્ટ જાહેર.હવામાન વિભાગે જણાવ્યું કે, મધ્ય હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીની ઉપર બનેલા એક એટમોસ્ફેરિક સર્કુલેશનના કારણે ૫ જાન્યુઆરીની સાંજે ૫.૩૦ વાગ્યે દક્ષિણ-પૂર્વી બંગાળની ખાડી અને ભૂમધ્ય રેખીય હિન્દ મહાસાગરની ઉપર લો પ્રેશરનું ક્ષેત્ર બની ગયું છે. ૬ જાન્યુઆરીની સવાર ૫.૩૦ વાગ્યા સુધી આ સિસ્ટમ ગાઢ ડિપ્રેશનમાં બદલાઈ ગયું અને તે વિસ્તારમાં બનેલું છે. આશા છે કે આ સિસ્ટમ ૭ જાન્યુઆરીના રોજ પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર વધારે મજબૂત થઈને લો પ્રેશરનું ક્ષેત્ર બની જશે.
હવામાન વિજ્ઞાનીઓની વાત માનીએ તો, ૮ જાન્યુઆરીના રોજ પણ તે આ દિશામાં આગળ વધવાની સંભાવના છે. કોમેરિન સાગર અને આજુબાજુના વિસ્તાર સાથે સાથે લક્ષદ્વીપ અને તેનાથી અડીને મધ્ય અને પૂર્વી અરબ સાગર પર પણ વાયુમંડળીય અસ્થિરતા બનેલી છે. જેનાથી વરસાદ થવાની આશા છે. ૭ જાન્યુઆરીના રોજ તટીય તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં એક અથવા બે જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે તમિલનાડુમાં મોટા ભાગે હવામાન સૂકાયેલું રહી શકે છે. અંદરના જિલ્લામાં અમુક જગ્યા પર સવારે હળવી ધુમ્મસ છવાઈ શકે છે. ૮ જાન્યુઆરીના રોજ વરસાદની ગતિ ઝડપી થવાની આશા છે. તમિલનાડુ તટ, પુડુચેરી અને કરાઈકલના કેટલાય સ્થાન પર ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અને અંદરના તમિલનાડુમાં અમુક જગ્યા પર પણ વરસાદ થઈ શકે છે.
આઈએમડીએ મયિલાદુથુરાઈ, નાગપટ્ટિનમ, તંજાવુર, તિરુવરુર, પુદુકોટ્ટઈ અને કરાઈકલમાં એક અથવા બે જગ્યા પર ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત રામનાથપુરમ, શિવગંગા, તિરુચિરાપલ્લી, અરિયાલુર, કુડ્ડાલોર, વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લામાં પણ અમુક જગ્યા પર ભારે વરસાદ થવાની સંભાવના છે. ૧૦ જાન્યુઆરીના રોજ તટના કિનારાવાળી જગ્યા અને અંદરના વિસ્તારમાં અમુક જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદ સાથે ગર્જના અને ચમક સાથે તોફાન આવવાની સંભાવના છે.
કુડ્ડાલોર, વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુમાં અમુક જગ્યા પર ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે પુડુચેરી, ચેન્નઈ, માયિલાદુથુરાઈ, નાગપટ્ટિનમ, તંજાવુર, તિરુવરુર, અરિયાલુર, પેરમ્બલૂર, કલ્લાકુરિચી, તિરુવન્નામલાઈ, રાનીપેટ અને કાંચીપુરમમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ વરસાદ ધીમે ધીમે ઓછો થવાની આશા છે. જાે કે ઉત્તરી તટીય અને આજુબાજુના વિસ્તારના જિલ્લાના અમુક ભાગમાં હજુ પણ અમુક જગ્યા પર ભારે વરસાદ થઈ શકે છે.




