
તંત્રની કડક કાર્યવાહીની ચેતવણી.મહારાષ્ટ્રમાં ચૂંટણીને પગલે બાર અને વાઇન શોપ્સના શટર પડ્યા.આ આદેશનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને તેમના લાયસન્સ પણ રદ થઈ શકે છે.મહાનગરપાલિકાની હદમાં આવતા તમામ વાઇન શોપ્સ, બાર, પરમિટ રૂમ અને રેસ્ટોરન્ટ્સ જ્યાં દારૂ પીરસવામાં આવે છે, તે તમામ ચાર દિવસ સુધી બંધ રહેશે. આ આદેશનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને તેમના લાયસન્સ પણ રદ થઈ શકે છે. પોલીસ અને એક્સાઈઝ વિભાગની ટીમો સતત પેટ્રોલિંગ કરશે જેથી ગેરકાયદે દારૂની હેરાફેરી અટકાવી શકાય.
ચૂંટણી દરમિયાન મતદારોને લલચાવવા માટે ઘણીવાર દારૂનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. આ ઉપરાંત, દારૂના નશામાં જૂથ અથડામણો કે કાયદો-વ્યવસ્થા બગડવાની સંભાવના રહેલી હોય છે. આ જાેખમોને ટાળવા અને સામાન્ય નાગરિકો ર્નિભય બનીને મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી પ્રશાસન દ્વારા આ ડ્રાય ડે લાદવામાં આવ્યો છે. અધિકારીઓએ જનતાને અપીલ કરી છે કે તેઓ લોકશાહીના આ પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં સહકાર આપે. જાે તમે આ ચાર દિવસો દરમિયાન મહારાષ્ટ્રના આ શહેરોની મુલાકાતે હોવ, તો આ નિયમોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.




