હુમલાખોરોને પકડવા તપાસના ચક્રોગતિમાન થાણેમાં શિવસેના UBT નેતાની ગોળી મારીને હત્યા કરાઈ હેલ્મેટ અને માસ્ક પહેરીને આવેલા અજ્ઞાત હુમલાખોરોએ શિવસેના ેંમ્ નેતા પર તાબડતોબ ફાઇરિંગ કર્યું મહારાષ્ટ્રના થાણેમાં સરેઆમ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) ના અગ્રણી નેતાની ગોળી મારીને કરપીણ હત્યા કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને સનસનાટી વ્યાપી ગઈ છે. શિવસેના ના માનપાડા વિભાગ પ્રમુખ પ્રદીપ પુર્ણેકર જ્યારે પોતાના કાર્યાલય પાસે હતા, ત્યારે હેલ્મેટ અને માસ્ક પહેરીને આવેલા અજ્ઞાત હુમલાખોરોએ તેમના પર તાબડતોબ ફાઇરિંગ કર્યું હતું. આ લોહીયાળ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા નેતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.મળતી પ્રાથમિક વિગતો અનુસાર, આ ભયાનક ઘટના ઠાણેના મનોરમાનગર વિસ્તારમાં બની હતી. પ્રદીપ પુર્ણેકર પોતાના કાર્યાલય નજીક ઊભા હતા ત્યારે બાઇક પર આવેલા શૂટર્સે તેમને નિશાન બનાવીને બેફામ ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલાખોરોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં બે ગોળીઓ પુર્ણેકરને વાગતાં તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા.ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.ઘટનાની જાણ થતાં જ ઠાણે પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હેલ્મેટ અને માસ્ક પહેરેલા હુમલાખોરો કોણ હતા, કેટલા હતા અને કયા પ્રકારના હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે અંગે પોલીસે વિવિધ દિશામાં તપાસ તેજ કરી છે. રાજકીય વૈમનસ્ય કે અંગત અદાવત – કયા કારણોસર આ નૃશંસ હત્યા કરવામાં આવી તે અંગે પોલીસ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા ચારેકોર નાકાબંધી હાથ ધરી છે.




