મુંબઈમાં સેક્સ રેકેટનો મોટો પર્દાફાશ! ઘરકામની નોકરીના બહાને ૧૬ વર્ષની સગીરાને દેહ વ્યવસાયમાં ધકેલી દેવાઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગોઠવેલા ઓપરેશનમાં સગીરાને બચાવી; કાઉન્સેલિંગ દરમિયાન સામે આવી શોષણની ચોંકાવનારી વિગતો
મુંબઈમાં માનવ તસ્કરી અને સગીરાના શોષણ સાથે જાેડાયેલા કથિત સેક્સ રેકેટનો મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યાે છે. પોલીસે ૧૬ વર્ષની સગીરાને કથિત રીતે દેહવ્યવસાયમાં ધકેલવાના આરોપસર બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, સગીરાને ઘરકામની નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને કથિત રીતે વેશ્યાવૃત્તિના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે જાળ બિછાવી સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ૩૨ વર્ષીય સબા પરવીન ખાન અને ૪૬ વર્ષીય મોહમ્મદ યુસુફ શેખ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ૧૬ વર્ષની સગીરાને ઘરકામની ઓફર આપીને પોતાની જાળમાં ફસાવવામાં આવી હતી. ત્યારબાદ તેને તેની મરજી વિરુદ્ધ કથિત રીતે દેહવ્યવસાયમાં ધકેલી દેવામાં આવી હતી. સગીરાના શોષણ અંગે માહિતી મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી અને આરોપીઓને પકડવા માટે ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે ડિકોય કસ્ટમરની મદદ લીધી હતી. તપાસ ટીમે બનાવટી ગ્રાહકના માધ્યમથી આરોપીઓનો સંપર્ક કર્યાે અને કથિત રીતે ¹ ૧૦,૦૦૦નો સોદો નક્કી કરવામાં આવ્યો. સોદો થયા બાદ પોલીસની ટીમે યોગ્ય સમયે દરોડા જેવી કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી લીધા અને સગીરાને તેમના કબજામાંથી મુક્ત કરાવી હતી. પોલીસની કાર્યવાહી બાદ સગીરાને જરૂરી કાઉન્સેલિંગ આપવામાં આવ્યું હતું. સમગ્ર ઓપરેશનનો હેતુ સગીરાને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો અને કથિત રેકેટ સાથે સંકળાયેલા લોકોને કાયદાની પકડમાં લાવવાનો હતો. સગીરાના કાઉન્સેલિંગ દરમિયાન તેણે પોતાના ઘરે થતા કથિત શારીરિક શોષણ અંગે પણ મહત્વની વિગતો પોલીસ સમક્ષ જણાવી હતી. આ માહિતી બાદ તપાસનો વ્યાપ વધુ વિસ્તર્યાે છે. પોલીસે એક એનજીઓની મદદથી સગીરાને સુરક્ષિત આશ્રયસ્થાનમાં મોકલી આપી છે, જ્યાં તેની સુરક્ષા અને જરૂરી સહાયની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે સગીરાને આ નેટવર્કમાં કોણ અને કેવી રીતે લાવ્યું હતું તેમજ આ સમગ્ર કથિત રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા હોઈ શકે છે.




