
૩૦ જાન્યુઆરીથી ધુરંધર ઓટીટી પર સ્ટ્રીમ થવાની ચચા.ધુરંધરની ૧૩૦ કરોડની ઐતિહાસિક ઓટીટી ડીલ.ધુરંધર ફિલ્મે દર્શકોના દિલ તો જીત્યા જ છે, જેમાં ઘણા લોકોએ થિયેટરમાં તેને વારંવાર જાેઈ છે.માર્ચમાં થિયેટર્સમાં રિલીઝ થનારી ધુરંધર ૨ની આતુરતાથી રાહ જાેતા ચાહકો પહેલી ફિલ્મ ઓટીટી પર આવે એની પણ આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. જેથી આ ફિલ્મ તેઓ વારંવાર જાેઈ શકે. હવે એવા અહેવાલ છે કે, આ મહિનામાં જ આદિત્ય ધરની બ્લોકબસ્ટર ફિલ્મ ધુરંધર ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.રિલીઝના માત્ર દોઢ મહિનામાં જ ધુરંધરે કમાણીના અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. ફિલ્મે દર્શકોના દિલ તો જીત્યા જ છે, જેમાં ઘણા લોકોએ થિયેટરમાં તેને વારંવાર જાેઈ છે. પરંતુ બોક્સ ઓફિસ પર પણ ઐતિહાસિક સફળતા મેળવી ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ તરીકે ઉભરી આવી છે. હવે રણવીર સિંહ, અક્ષયે ખન્ના, અર્જુન રામપાલ, સારા અર્જુન, સંજય દત્ત અને આર. માધવનને ફરીથી ધુરંધર ૨માં જાેવા માટેની આતુરતા વચ્ચે ધુરંધર ર્ં્ પર આવી રહી છે.તાજેતરના અહેવાલ મુજબ, થિયેટ્રિકલ બ્લોકબસ્ટર રન બાદ લગભગ બે મહિનામાં ધુરંધર ૩૦ જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે.
સેકનિકના અહેનાલમાં જણાવ્યા મુજબ, “હિન્દી ફિલ્મ માટેની સૌથી મોટી ડિજિટલ રાઇટ્સ ડીલ્સમાંની એક ગણાતી આ ડીલ પછી ધુરંધર ૩૦ જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ધુરંધર અને આવનારી ધુરંધર ૨ બન્નેના OTT હક્કોની એકસાથે ૧૩૦ કરોડની સંયુક્ત ડીલ કરવામાં આવી છે. આ ડીલ રણવીર સિંહ માટે ડિજિટલ સ્પેસમાં કારકિર્દીનો મહત્વનો પડાવ માનવામાં આવે છે.”જ્યારે ધુરંધર OTT પર આવી રહી છે, ત્યારે તેની સીક્વલ ધુરંધર ૨ ૧૯ માર્ચના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ફિલ્મમાં રણવીર સિંહના પાત્ર જસ્કિરત સિંહથી હમઝા અલી મઝારી બનવાની ટ્રાન્સફોર્મેશન જર્ની અને લિઆરીનો નવો કિંગ બનવાની તેની સફર દર્શાવવામાં આવશે. સાથે જ, ફિલ્મમાં અક્ષય ખન્ના ઉર્ફે રહેમાન ડાકૈતની બેકસ્ટોરીના ફ્લેશબૅક્સ પણ જાેવા મળશે.ખાસ વાત એ છે કે ધુરંધર ૨ની ટક્કર યશની ફિલ્મ ટોક્સિક સાથે થવાની છે, જે ૨૦૨૬ની સૌથી મોટી બોક્સ ઓફિસ ક્લેશમાંની એક બનવાની શક્યતા ધરાવે છે. હવે, થિયેટરમાં ધમાલ મચાવનાર ધુરંધરને OTT પર ફરી માણવાની તૈયારી રાખો—અને સાથે જ માર્ચમાં આવનારા મોટા સીક્વલ માટે ઉત્સાહ વધારતા રહો.




