શ્રીયાએ નવી માતા તરીકે કામ કરવાનો અનુભવ યાદ કર્યાે ‘દૃશ્યમ’ની ટીમે અજય દેવગન કરતાં પહેલાં મને ઘરે મોકલી હતી’ : શ્રીયા એક ઇન્ટરવ્યુમાં શ્રીયાએ જણાવ્યું કે જ્યારે તેણે ‘દૃશ્યમ ૨’માં કામ કર્યું ત્યારે તેની દીકરી માત્ર ૮ મહિનાની હતી
અભિનેત્રી શ્રીયા સરને ‘દૃશ્યમ’ ફ્રેન્ચાઇઝીનાં શૂટિંગ દરમિયાન મળેલા સહકારને યાદ કરતાં ફિલ્મ સેટ પર નવી માતાઓની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલતા રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તાજેતરની વાતચીતમાં તેણે જણાવ્યું કે ‘દૃશ્યમ ૩’ના શૂટિંગ દરમિયાન ટીમ તેને ઘણી વખત ફિલ્મના મુખ્ય અભિનેતા અજય દેવગન કરતાં પણ વહેલી ઘરે મોકલી દેવાતી હતી.એક ઇન્ટરવ્યુમાં શ્રીયાએ જણાવ્યું કે જ્યારે તેણે ‘દૃશ્યમ ૨’માં કામ કર્યું ત્યારે તેની દીકરી માત્ર ૮ મહિનાની હતી. ત્રીજા ભાગનાં શૂટિંગ સુધીમાં દીકરી થોડી મોટી થઈ ગઈ હતી, પરંતુ ટીમે તેની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સતત સહકાર આપ્યો હતો.શ્રીયાએ કહ્યું કે શૂટિંગ પૂરું થયા બાદ ટીમ તેને વહેલી રજા આપી દેતી હતી અને ઘણી વખત અજય દેવગણ કરતાં પણ પહેલાં ઘરે મોકલતી હતી. તેનાં મતે ટીમનું વલણ ખુબ જ કાળજીભર્યું અને મદદગાર હતું અને તે માટે તે આભારી છે.માતા બન્યા બાદ ફિલ્મોની પસંદગીમાં પણ તેનો દૃષ્ટિકોણ બદલાયો છે. હવે તે પોતાની દીકરી સાથે વધુ સમય વિતાવવા માગે છે અને એવી ફિલ્મો કરવા ઇચ્છે છે, જેને જાેઈને ભવિષ્યમાં તેની દીકરીને પણ ગર્વ થાય.શ્રીયાના મતે એક માતા તરીકે હવે તે માત્ર પોતાની કારકિર્દી વિશે જ નહીં, પરંતુ દીકરી પર પોતાની પસંદગીની અસર વિશે પણ વિચારે છે. તે ઇચ્છે છે કે એક દિવસ તેની દીકરી તેની કોઈ ફિલ્મ જાેયા બાદ કહી શકે કે, “મમ્મી, આ ખરેખર સારી ફિલ્મ હતી અને મને ખુશી છે કે તમે આ ફિલ્મ કરી.”




