
કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર ૨૦૨૬ની જાહેરાત કરીગુજરાતનાં મીર હાજી કાસમને પદ્મશ્રીથી સન્માનિત કરાશકેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર ૨૦૨૬ની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતનાં મીર હાજીભાઈ કાસમભાઈને પદ્મશ્રીની સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે. આ સિવાય સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, આરોગ્ય, કળા અને જનકલ્યાણ સાથે જાેડાયેલા લોકોના નામ સામેલ છે. બ્રજલાલ ભટ્ટ, બુધરી તાતી, ભગવાન દાસ, ધાર્મિક લાલ પંડ્યા, ડૉ. શ્યામ સુંદર, ચરણ હેમ્બ્રમને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ત્રણ ગુજરાતીઓને પદ્મ સન્માન
જૂનાગઢ: મીર હાજી કાસમ, (હાજી રમકડું, ઢોલક વાદક): આર્ટ
વડોદરા: ધાર્મિકલાલ પંડ્યા (માણભટ્ટ પરંપરા): આર્ટ
સુરત: નિલેશ માંડલેવાલા(અંગદાન ક્ષેત્ર): સામાજિક કાર્ય
મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાશે. તેમને લોકો ‘હાજી રમકડું‘ના નામથી પણ બોલાવે છે. ભજન, સંતવાણી, ગઝલ અને કવ્વાલીમાં તેઓ પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે જાણીતા છે. તેમણે ગાયો માટે ૩ હજારથી વધુ પ્રોગ્રામમાં ઢોલક વગાડ્યું છે. તેમણે ૧ હજારથી વધુ સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે.
પદ્મ પુરસ્કાર વિજેતાઓનું લિસ્ટ:
ક્રમ વિજેતાનું નામ
૧ અંકે ગૌડા
૨ આર્મિડા ફર્નાન્ડીઝ
૩ ભગવાનદાસ રાયકવાર
૪ ભીકલ્યા લડક્યા ઢિંડા
૫ બ્રજ લાલ ભટ્ટ
૬ બુધરી તાતી
૭ ચરણ હેમ્બ્રમ
૮ ચિરંજી લાલ યાદવ
૯ ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા
૧૦ ગફરુદ્દીન મેવાતી જાેગી
૧૧ હલ્લી વાર
૧૨ ઈન્દરજીત સિંહ સિદ્ધુ
૧૩ કે. પજનીવેલ




