કરીનાના શોમાં કૃતિ સેનનનો ખુલાસો કર્યો રક્ષાબંધનની જાહેરાત વિવાદ પર કૃતિ સેનને તોડ્યું મૌન ‘વિશ્વાસ નહોતી કરી શકતી કે મારી ચોલી પર ૬ લોકોની પેનલ ડિસ્કશન (ચર્ચા)નો વિષય બની ગઈ હતી’:કૃતિ રક્ષાબંધન પર બનેલી કૃતિ સેનનની એક એડ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. કૃતિના ઇન્ડો-વેસ્ટર્ન પોશાક અને ડીપ-નેક બ્લાઉઝ પહેરવાને લઈને સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ હતી, જેના પગલે બ્રાન્ડે આ એડ હટાવી લીધી હતી. હવે અભિનેત્રી કરીના કપૂર ખાનના શો ‘વૉટ વુમન વૉન્ટ’ ની ૬ઠ્ઠી સિઝનમાં આ સમગ્ર વિવાદ પર ખુલીને વાત કરી છે અને સવાલો ઉઠાવ્યા છે.કરીના સાથેની વાતચીત દરમિયાન કૃતિએ આ વિવાદ પર પ્રતિક્રિયા આપતા કહ્યું, ‘હું વિશ્વાસ નથી કરી શકતીપ કે મારી ચોલી પ્રાઈમ-ટાઇમ ન્યૂઝમાં ૬ લોકોની પેનલ ડિસ્કશન (ચર્ચા)નો વિષય બની ગઈ હતી.’ કૃતિની આ વાત સાંભળીને કરીનાએ પણ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, ‘મને ખબર છે!’આ અગાઉ કૃતિએ સોશિયલ મીડિયા પર આ વિવાદનો જવાબ આપતા પોતાની એડનો બચાવ કર્યાે હતો. તેણે મહિલાઓના કપડાના આધારે તેમને જજ કરવાની પ્રથા પર સવાલ ઉઠાવતા લખ્યું હતું કે, ‘આપણે મહિલાઓને ક્યાર સુધી જણાવતા રહીશું કે તેમણે શું પહેરવું જાેઈએ? એથનિક ફેશન વર્ષાેથી વિકસિત થતી આવી છે, છતાં કોઈ મહિલાનો સંસ્કૃતિ પ્રત્યેનો આદર તેના કપડાંથી નક્કી થાય છે. સંસ્કૃતિ અને પરંપરાઓ તેના દિલમાં હોય છે, તેની નેકલાઇનમાં નહીં.’કૃતિએ બાદમાં સોશિયલ મીડિયા પર મહિલાઓ, કપડાં અને પિતૃસત્તા ને લઈને એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, ‘મિત્રો, આ કોઈ પુરુષ વિરુદ્ધ સ્ત્રીની લડાઈ નથી.’ તેણે પિતૃસત્તાત્મક અને સ્ત્રીદ્વેષી વલણની આલોચના કરી હતી. જાેકે, તેણે સીધી રીતે એડનો ઉલ્લેખ નહોતો કર્યાે, પરંતુ આ પોસ્ટ મહિલાઓના પહેરવેશને લઈને ચાલી રહેલી મોટી ચર્ચાની વચ્ચે આવી હતી.૨૭ સપ્ટેમ્બરના રોજ કૃતિએ મહિલાઓની સુરક્ષા અને દીકરીઓ માટે દુનિયા કેવી હોવી જાેઈએ તે અંગે પણ પોસ્ટ કરી હતી. થોડા દિવસો પછી તેણે કપડાંના આધારે પીડિતને જ દોષી ઠેરવતી એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું, ‘શું તે મારી ભૂલ હતી? ટૂંકી સ્કર્ટે પૂછ્યું. ના, મારી સાથે પણ આવું જ થયું હતું. બુર્કાએ જવાબ આપ્યોપ’ આ પોસ્ટ્સમાં પણ એડનો સીધો ઉલ્લેખ નહોતો, પરંતુ તેનાથી તેની ઉપર થયેલી ટીકાઓ અને તે અંગેની ચર્ચા વધુ ઘેરી બની હતી.આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક જાણીતી બ્રાન્ડ દ્વારા રક્ષાબંધન નિમિત્તે કૃતિ સેનનને લઈને એક એડ રિલીઝ કરવામાં આવી હતી. આ એડમાં કૃતિ ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં નજરે પડી હતી અને તેણે તહેવાર ઉજવતા પોતાના ભાઈ અને પાલતુ કૂતરાને રાખડી બાંધી હતી.સોશિયલ મીડિયાના એક વર્ગે તહેવાર માટેના તેના આ પહેરવેશને અયોગ્ય ગણાવ્યો હતો અને રક્ષાબંધનની પરંપરાગત છબીને લઈને સવાલ ઉઠાવ્યા હતા. કેટલાક લોકોએ એડમાં પરંપરાગત તત્વોના અભાવ અને પાલતુ કૂતરાને સામેલ કરવા પર પણ વાંધો વ્યક્ત કર્યાે હતો.




