
શાહબુદ્દીન રાઠોડ બાદ હાજી રમકડુંએ જૂનાગઢને ગૌરવ અપાવ્યુંપદ્મશ્રી મળતા જ હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી હટાવવા ભાજપ કોર્પોરેટરની અરજીતેઓ મીર તરીકે જ ઓળખાય છે,જ્યારે મતદાર યાદીમાં આ જ વિસ્તારમાં ‘હાજીભાઈ રાઠોડ‘ નામ શંકાસ્પદ જણાતા મેં નામ કમી કરવા માટે અરજી કરી હતીસૌરાષ્ટ્રની ધરતી પરથી પોતાની કલાના કામણ પાથરીને દેશ-વિદેશમાં ગુજરાતનું નામ રોશન કરનાર હાજી કાસમ રાઠોડ ઉર્ફે ‘હાજી રમકડું ને કેન્દ્ર સરકાર દ્વારા હજુ બે દિવસ પહેલા જ પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી પુરસ્કાર‘ માટે પસંદ કરવામાં આવ્યા છે. જાેકે, આ ખુશીના માહોલ વચ્ચે જૂનાગઢમાં એક નવો વિવાદ ઉભો થયો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ભાજપના જ એક કોર્પોરેટરે હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે અરજી કરતા ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, ભાજપના કોર્પોરેટરસંજય મણવરે ચૂંટણી પંચનું ‘ફોર્મ નંબર ૭‘ ભરીને હાજી કાસમ રાઠોડનું નામ મતદાર યાદી માંથી રદ કરવા માટે વાંધા અરજી કરી છે. એક તરફ કેન્દ્ર સરકાર તેમનું સન્માન કરી રહી છે, તો બીજી તરફ સ્થાનિક સ્તરે તેમના અસ્તિત્વ પર જ સવાલો ઉભા કરવામાં આવતા કલાકાર આહત થયા છે.
પોતાના નામ સામે વાંધો ઉઠાવવામાં આવતા પદ્મશ્રી વિજેતા હાજી રમકડું ચોંકી ઉઠ્યા હતા. તેમણે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “હું છેલ્લા ૭૦ વર્ષથી જૂનાગઢના વોર્ડ નંબર ૮ માં વસવાટ કરું છું. મારી તમામ ટપાલ અને સરકારી કાગળો આ જ સરનામે આવે છે. ભારત સરકાર અને ગુજરાત સરકારે મને એવોર્ડ આપીને સન્માનિત કર્યો છે, ત્યારે મારામાં શું કમી રહી ગઈ કે મારા નામ સામે વાંધા અરજી કરવી પડી?”
બીજી તરફ, આ વિવાદ ઉભો કરનાર ભાજપના કોર્પોરેટર સંજય મણવરે પોતાના બચાવમાં દલીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “હાજીભાઈના આધારકાર્ડમાં તેમની અટક ‘મીર‘ છે અને તેઓ મીર તરીકે જ ઓળખાય છે. જ્યારે મતદાર યાદીમાં આ જ વિસ્તારમાં ‘હાજીભાઈ રાઠોડ‘ નામ શંકાસ્પદ જણાતા મેં નામ કમી કરવા માટે અરજી કરી હતી.”
શાહબુદ્દીન રાઠોડ બાદ હાજી રમકડુંએ જૂનાગઢને ગૌરવ અપાવ્યું છે, ત્યારે એક નામાંકિત કલાકાર સાથે આવું વર્તન થતા રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા સવાલ ઉઠાવ્યો છે કે, “જાે પદ્મશ્રી જેવા સન્માનિત કલાકારો સાથે આવું થઈ શકતું હોય, તો સામાન્ય પ્રજાની તો શું વિસાત?” હાલ આ મુદ્દો સમગ્ર સોરઠ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.




