
ટ્રમ્પની મોટી જાહેરાત, કહ્યું નવા ફેડ ચેરમેનની જાહેરાત કરશે!.અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આ ર્નિણય વ્યાજ દરો, ડોલર અને ગ્લોબલ માર્કેટની દિશા કેવી રીતે બદલશે.અમેરિકન સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વને લઈને રાજનીતિ અને આર્થિક હલચલ વધી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ શુક્રવારે સવારે નવા ફેડ ચેરમેનના નામની જાહેરાત કરશે. મહિનાથી ચાલી રહેલી ચર્ચાઓ, અટકળો અને ધારણાઓ બાદ હવે ફેડ ચેરમેનનું નામ જાહેર થવા જઈ રહ્યું છે. સવાલ માત્ર એટલો નથી કે આગામી ફેડ ચેર કોણ હશે, પરંતુ એ પણ છે કે ટ્રમ્પનો આ ર્નિણય વ્યાજ દરો, ડોલર અને ગ્લોબલ માર્કેટની દિશા કેવી રીતે બદલશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું કે તેઓ શુક્રવારે સવારે ફેડરલ રિઝર્વના નવા ચેરમેનના નામની જાહેરાત કરશે. આ જાહેરાત તેમણે ફર્સ્ટ લેડી Melania Trump પર બનેલી ફિલ્મ “Melania”ના પ્રીમિયર દરમિયાન કરી હતી. ટ્રમ્પે કહ્યું કે વર્તમાન ચેરમેન Jerome Powellના ઉત્તરાધિકારીની પસંદગીની પ્રક્રિયા હવે તેના અંતિમ તબક્કામાં છે. ટ્રમ્પે મજાકમાં કહ્યું, હું કાલે સવારે ફેડ ચેરમેનની જાહેરાત કરીશ. જાે મેં ર્નિણય ના લીધો હોત, તો મારે ખૂબ ઝડપથી કામ કરવું પડતું.
પોવેલના ઉત્તરાધિકારીને પસંદ કરવાની આ પ્રક્રિયા સપ્ટેમ્બરમાં શરુ થઈ હતી. શરૂઆતમાં ૧૧ ઉમેદવારોની લાંબી યાદી તૈયાર કરાઈ હતી, જેમાં વર્તમાન અને પૂર્વ ફેડ અધિકારી, પ્રખ્યાત ઇકોનોમિસ્ટ અને વોલ સ્ટ્રીટના ઇન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ સામેલ હતા. આ પ્રક્રિયાની શરૂઆત છટણી ScOt Bessentએ કરી હતી. જે બાદ ઉમેદવારોની સંખ્યા પહેલાં પાંચ અને ચાર સુધી સીમિત કરી દેવાઈ હતી. હવે જે ચાર નામ સુધી વધુ મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે, તેમાં પૂર્વ ફેડ ગવર્નર Kevin Warsh, નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડાયરેક્ટર Kevin Hasset, વર્તમાન ફેડ ગવર્નર Christopher Wallerઅને બ્લેકરોકમાં ફિક્સ્ડ ઇનકમના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર Rick Rieder સામેલ છે. આ ચારેય નામ ઘણા સપ્તાહથી ચર્ચામાં છે અને માર્કેટ પણ તેની પર નજર રાખીને બેઠું છે.
રસપ્રદ વાત એ છે કે પ્રોડક્શન માર્કેટમાં આ રેસને લઈને ઉતાર-ચઢાવ જાેવા મળ્યો છે. ગત કેટલાક સમય સુધી કેવિન હેસેટને રેસમાં આગળ માનવામાં આવતા હતા. ત્યારબાદ કેવિન વાર્શ ચર્ચામાં આવ્યા અને હાલ રિક રીડર આગળ માનવામાં આવે છે. જાેકે, ગુરુવાર સાંજ સુધીમાં પરિસ્થિતિ બદલાઈ અને સટ્ટા બજારમાં કેવિન વાર્શ તેમાં આગળ વધતાં દેખાયા. કેટલાક પ્લેટફોર્મ્સ પર તેમને ૮૦% સુધીની જીતની સંભાવના સાથે સૌથી મજબૂત દાવેદાર બતાવાયા હતા.
આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા કે કેવિન વાર્શ ગુરુવારે વ્હાઇટ હાઉસમાં હાજર હતા. જાેકે, વ્હાઇટ હાઉસે આ અટકળોને રદિયો આપતાં જણાવ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે, ત્યારે રાષ્ટ્રપતિ પોતે જ પોતાના ર્નિણયની જાહેરાત કરશે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા Kush Desaiએ કહ્યું કે ત્યાં સુધી ફેડ ચેરને લઈને ચાલી રહેલ બધી જ રિપોર્ટિંગ નકામી અટકળો છે.




