અમેરિકામાં પ્રિયંકાનો દેશી અંદાજ છવાયો પતિ નિક જાેનાસ માટે અભિનેત્રી પ્રિયંકાએ રાખ્યું કરવા ચોથનું વ્રત લાલ પોશાક, હાથમાં મહેંદી અને ચાળણી સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી કરી ચાહકોને ખુશ કર્યા
બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી પોતાની ખાસ ઓળખ બનાવનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા લગ્ન પછી ભલે અમેરિકામાં રહેતી હોય, પરંતુ તે ત્યાં પણ દરેક તહેવાર ઉજવે છે. હવે તેણે પોતાના પતિ અને અમેરિકન સિંગર નિક જાેનસ માટે કરવા ચોથનું વ્રત પણ રાખ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર નિક સાથેની એક ખૂબ જ સુંદર તસવીર પણ શેર કરી છે. ફોટામાં પ્રિયંકા લાલ પોશાકમાં નજર આવી રહી છે અને નિક કુર્તામાં દેખાઈ રહ્યો છે.પ્રિયંકાએ ચંદ્ર જાેવા માટે ચાળણી પણ રાખી છે. તેના હાથમાં જે થાળી છે, તેમાં દીવો પણ છે. પ્રિયંકાનો અહીં બિલકુલ દેશી અવતાર જાેવા મળી રહ્યો છે. આ તસવીર શેર કરતા પ્રિયંકાએ કેપ્શનમાં લખ્યું, ‘ઠીક છે, હું દર વર્ષે ફિલ્મી બની જાઉં છું.’ તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે પ્રિયંકાએ સાત સમંદર પાર કરવા ચોથ મનાવી હોય, પરંતુ તે દર વર્ષે આ તહેવાર ઉજવે છે અને પોતાના પતિની લાંબી આયુ માટે વ્રત રાખે છે.પ્રિયંકા ચોપડાએ આ પહેલા પણ પોતાની એક તસવીર શેર કરી હતી. તે તસવીર એ સમયની હતી જ્યારે તે ચંદ્રના નીકળવાની રાહ જાેઈ રહી હતી. ફોટાની સાથે તેણે કેપ્શનમાં એ જ લખ્યું હતું, ‘આ ચંદ્ર ક્યારે નીકળશે.’ પ્રિયંકાએ કરવા ચોથના અવસર પર પોતાના હાથમાં મહેંદી પણ લગાવી છે. તેણે હાથોમાં લગાવેલી મહેંદીની ઝલક ફેન્સને પણ બતાવી. ફોટો શેર કરતા તેણે લખ્યું, ‘પિયાના નામનીપ તે તમામ લોકોને હેપ્પી કરવા ચોથ, જે લોકો તેને સેલિબ્રેટ કરી રહ્યા છે.’પ્રિયંકાએ એક એવી તસવીર પણ શેર કરી, જેમાં નિક પોતાની દીકરી માલતી સાથે દેખાઈ રહ્યો છે. આ ફોટાને પણ પ્રિયંકાએ સુંદર કેપ્શન આપ્યું. તેણે લખ્યું, ‘ડેડી હોમપ એક ફ્રેમમાં મારી આખી દુનિયા. હેપ્પી કરવા ચોથ.’પ્રિયંકા લાંબા સમયથી ઈન્ડિયન ફિલ્મમાં કમબેક કરવાની તૈયારી કરી રહી છે. તે એસ. એસ. રાજામૌલીના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ ‘વારાણસી’માં નજર આવવાની છે. આ ફિલ્મ ૭ એપ્રિલ ૨૦૨૭ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જેમાં મહેશ બાબુ પણ દેખાશે. પ્રિયંકા ૮ વર્ષાે પછી કોઈ ભારતીય ફિલ્મમાં દેખાશે. આ પહેલા તે વર્ષ ૨૦૧૯માં ‘ધ સ્કાય ઈઝ પિંક’માં નજર આવી હતી.




