
૧૦ લાખ ગેમિંગ એક્સપર્ટને નોકરી અપાશે કન્ટેન્ટ ક્રિએટર્સ અને એનિમેશન ક્ષેત્ર માટે પણ મહત્ત્વની જાહેરાતો દેશભરની ૧૫,૦૦૦ ઉચ્ચતર માધ્યમિક અને ૫૦૦ કોલેજાેમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપવામાં આવશે.
કેન્દ્રીય નાણા મંત્રી ર્નિમલા સીતારમણે રવિવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટ ૨૦૨૬માં ડિજિટલ યુગના ઉભરતા કન્ટેન્ટ ક્રિએટર્સ અને એનિમેશન ક્ષેત્ર માટે પણ મહત્ત્વની જાહેરાતો કરી છે. કેન્દ્ર સરકારે દેશમાં એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ (છફય્ઝ્ર) સેક્ટરની વધતી જતી શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્ર પર પણ ભાર મૂક્યો છે.
બજેટમાં ગેમિંગ ક્ષેત્ર માટે પણ મહત્ત્વની જાહેરાત કરાઈ છે. આ ક્ષેત્ર માટે ૧૦ લાખથી વધુ પ્રોફેશનલને હાયર કરાશે. એક નવી કન્ટેન્ટ ક્રિએટર લેબનું સેટ અપ કરાશે અને તેના થકી લોકોને કન્ટેન્ટ ક્રિએશન શીખવવામાં આવશે.
બજેટ ભાષણમાં નાણા મંત્રીએ જાહેરાત કરી હતી કે, દેશભરની ૧૫,૦૦૦ ઉચ્ચતર માધ્યમિક અને ૫૦૦ કોલેજાેમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ સ્થાપવામાં આવશે. આ પહેલ મુંબઈ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી (ૈંૈંઝ્ર્)ના સહયોગથી શરૂ કરાશે. આ લેબ્સ દ્વારા વિદ્યાર્થીઓને નાનપણથી જ ક્રિએટિવ ટેકનોલોજી અને ડિજિટલ કન્ટેન્ટ નિર્માણની તાલીમ મળશે.
વર્ષ ૨૦૩૦ સુધીમાં ૨૦ લાખ પ્રોફેશનલ્સની જરૂરિયાત એનિમેશન અને ગેમિંગ ઉદ્યોગના મહત્ત્વ પર ભાર મૂકતા સીતારમણે જણાવ્યું કે, “ભારતનું છફય્ઝ્ર સેક્ટર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. એક અંદાજ મુજબ વર્ષ ૨૦૩૦ સુધીમાં આ ક્ષેત્રમાં ૨૦ લાખ કુશળ પ્રોફેશનલ્સની જરૂરિયાત ઊભી થશે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે શાળાઓ અને કોલેજાેમાં આ પ્રકારની લેબ્સ તૈયાર કરવી અનિવાર્ય છે.’
ડિઝાઇનિંગ ક્ષેત્રે પણ ભારતે હરણફાળ ભરી છે, પરંતુ હજુ પણ દેશમાં કુશળ ભારતીય ડિઝાઇનરોની અછત વર્તાઈ રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે નાણા મંત્રીએ દેશમાં વધુ એક નવી(અનુસંધાન નીચેના પાને)




