
એન્જિનમાંથી નિકળ્યા ધૂમાડા, ૨૩૬ મુસાફરો સવાર હતા કોલકાતા એરપોર્ટ પર તૂર્કીની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કાઠમંડુથી ઇસ્તંબુલ જઈ રહેલા વિમાનમાંથી ધુમાડો નીકળતા કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી
કોલકાતા એરપોર્ટ પર બુધવારે એક વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. કાઠમંડુથી ઇસ્તંબુલ જઈ રહેલા વિમાનમાંથી ધુમાડો નીકળતા કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. વિમાન તુર્કીશ એરલાઇન્સનું હતું. બધા મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે અને વિમાનની તપાસ કરવામાં આવી રહી છે.
તુર્કીશ એરલાઇન ફ્લાઇટ કાઠમંડુથી ઇસ્તંબુલ માટે ઉડાન ભરી હતી, પરંતુ તેના એન્જિનમાંથી ધુમાડો નીકળતો હોવાની શંકા હતી. ત્યારબાદ, વિમાને કોલકાતાના નેતાજી ઇન્ટરનેશનલ ટર્મિનલ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. હાલમાં બધા મુસાફરો સુરક્ષિત છે. એવું જાણવા મળ્યું છે કે તેમાં ૨૩૬ મુસાફરો સવાર હતા.
કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ (દ્ગજીઝ્રમ્ૈં) ના એરપોર્ટ ડિરેક્ટરે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે કાઠમંડુથી ઇસ્તંબુલ જઈ રહેલા તુર્કીશ ૭૨૭ એ કોલકાતા એરપોર્ટ પર ફૂલ ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. કેપ્ટને કોલકાતા છ્ઝ્ર ને જમણા એન્જિનમાં આગ લાગવાની શક્યતા વિશે જાણ કરી હતી. વિમાન બપોરે ૨:૪૯ વાગ્યે દ્ગજીઝ્રમ્ૈં એરપોર્ટ પર ઉતર્યું હતું. તેમણે કહ્યું કે વિમાન હાલમાં કોલકાતા એરપોર્ટ પર છે અને તપાસ ચાલી રહી છે.




