
અભિષેક શર્માના સ્વાસ્થ્યને લઈને મોટી અપડેટ.બેટ્સમેન અભિષેક શર્માને હોસ્પિટલમાંથી રજા મળી.અભિષેક શર્મા બીમાર પડતા ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધ્યું.અભિષેક શર્મા બીમાર પડતા ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. આ વચ્ચે સમાચાર આવી રહ્યાં છે કે, હવે તે સ્વસ્થ છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ટીમ ઇન્ડિયા પોતાની આગામી મેચ ગુરુવારે રમશે. એ પહેલા એક સારા સમાચાર આવ્યા છે, જેનાથી ભારતીય ટીમનો આત્મવિશ્વાસ વધી જશે. જાે કે, તે રમશે કે નહીં, તે અંગે પછીથી ર્નિણય લેવામાં આવશે.
ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારતીય ટીમ ગુરુવારે એટલે કે ૧૨ ફેબ્રુઆરીએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પોતાની બીજી મેચ રમશે. તેના એક દિવસ પહેલા ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન તિલક વર્માએ મીડિયા સાથે વાતચીત કરી હતી, આ દરમિયાન તેણે સારા સમાચાર આપ્યા. તિલક વર્માએ કહ્યું કે, અભિષેક શર્માને આજે એટલે કે બુધવારે રજા આપી દેવામાં આવી છે. પરંતુ એ ર્નિણય મેચના દિવસે એટલે કે આવતી કાલે થશે કે તે રમશે કે નહીં. અભિષેક શર્માને પેટમાં ઇન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.
આ વચ્ચે ભારતીય ટીમ ૧૨ ફેબ્રુઆરીએ દિલ્હીમાં નામીબિયા સામે મેચ રમીને કોલંબો માટે રવાના થશે, જ્યાં ભારત અને પાકિસ્તાનની મેચ રમાશે. આ મેચ વિશે જ્યારે તિલક વર્માને સવાલ કરવામાં આવ્યો તો, તેણે કહ્યું કે, આ મેચમાં રમવા માટે ટીમ એક્સાઇટેડ છે અને તેના માટે પહેલાથી તૈયાર હતા. જ્યારે અમને સમાચાર મળ્યાં કે, પાકિસ્તાની ટીમ રમવા માટે તૈયાર છે, તો અમે મેચને લઈને એક્સાઇટેડ થઈ ગયા.
ટીમ ઇન્ડિયાની જીતમાં અભિષેક શર્માનું મોટું યોગદાન રહે છે. તે આવતા જ ઓપનિંગમાં આક્રમક શરૂઆત કરે છે, જેનાથી વિરોધી ટીમ પહેલા જ પ્રેશરમાં આવી જાય છે.
આ વચ્ચે પહેલી મેચમાં જ્યારે ભારત અને યુએસએ વચ્ચે મેચ રમાઈ ત્યારે તે ખાતું ખોલાવ્યા વગર શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ ટીમ ફસાઈ ગઈ હતી. જાે કે કેપ્ટન સૂર્યકુમાર યાદવે શાનદાર ઇનિંગ રમીને ટીમને સંકટમાંથી બહાર કાઢી અને ત્યાર બાદ મેચે જીત નોંધાવી. હવે જાેવું રહ્યું કે, કેપ્ટન સૂર્યા અભિષેક શર્માને રમાડવાને શું ર્નિણય લે છે.




