
આદિત્ય ચોપરાએ વચ્ચે સુલેહ માટે મધ્યસ્થી કરવી પડી.આલ્ફાના સેટ પર બોબી દેઓલ અને આલિયા ભટ્ટ ઝઘડી પડયાં.બંને એટલી હદે ઝઘડયાં હતાં કે છેવટે નિર્માતા આદિત્ય ચોપરાએ બંને વચ્ચે સુલેહ માટે મધ્યસ્થી કરવી પડી હોવાનું કહેવાય છે.આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની લેડીઝ સ્પાય પરની ફિલ્મ ‘આલ્ફા’ના સેટ પર આલિયા ભટ્ટ અને બોબી દેઓલ ઝઘડી પડયાં હોવાનું કહેવાય છે. ચર્ચા મુજબ શૂટિંગ દરમિયાન એક સીનમાં આલિયાએ જાતભાતનાં સલાહસૂચન આપ્યાં હતાં. તેના કારણે બોબી દેઓલ બહુ ઉશ્કેરાઈ ગયો હતો. બંને એટલી હદે ઝઘડયાં હતાં કે છેવટે નિર્માતા આદિત્ય ચોપરાએ બંને વચ્ચે સુલેહ માટે મધ્યસ્થી કરવી પડી હોવાનું કહેવાય છે. આ ફિલ્મ આમ પણ તેનાં નિર્ધારિત શિડયૂલ કરતાં મોડી પડી છે.
મૂળ આયોજન પ્રમાણે ફિલ્મ ગત નાતાલ વખતે જ રીલિઝ થવાની હતી. પરંતુ, ‘વોર ટુ’ ફલોપ ગયા બાદ ચેતી ગયેલા આદિત્ય ચોપરાએ આ ફિલ્મમાં અનેક ફેરફારો કરાવ્યા હતા. અધૂરામાં પૂરું રણવીર સિંહની સ્પેશ્યલ એજન્ટ પરની ફિલ્મ ‘ધુરંધર’ સુપરહિટ થયા પછી યશરાજના સ્પાય યુનિવર્સ ભારે ટીકાઓ થઈ હતી. યશરાજની બહુ ગ્લેમરસ અને વાસ્તવિકતાથી જાેજનો દૂર સ્પાય ફિલ્મો હવે ચાલશે કે કેમ તેવીી શંકાકુશંકા સર્જાતાં આદિત્ય ચોપરાએ ઘણું બધું રિશૂટ કરાવ્યું છે.




