આ સમય બચ્ચન પરિવારનો ખરાબ સમય હતો પ્રોજેક્ટના કારણે રસ્તા પર આવી ગયા હતા અમિતાભ બચ્ચન જે ઉંમરે લોકો નિવૃત્ત થઈ આરામનું જીવન જીવવાનું પસંદ કરે છે તે ઉંમરે પણ અમિતાભ બચ્ચન એક્ટિવ
૮૪ વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન ફિલ્મોમાં અને ટીવી હોસ્ટ તરીકે એક્ટિવ છે. જે ઉંમરે લોકો નિવૃત્ત થઈ આરામનું જીવન જીવવાનું પસંદ કરે છે તે ઉંમરે પણ અમિતાભ બચ્ચન એક્ટિવ છે. આજે અમિતાભ બચ્ચન પાસે નામ, સંપત્તિ, સુખી પરિવાર બધું જ છે. પરંતુ ૯૦ ના દાયકામાં અમિતાભ બચ્ચન એ તેની લાઈફનો સૌથી ખરાબ સમય પણ જાેયો છે. એવું કહી શકાય કે તે સમયે અમિતાભ બચ્ચન સુપરસ્ટારમાંથી શૂન્ય થઈ ગયા અને પછી તેમણે ફરીથી નવસર્જન કર્યું. અમિતાભ બચ્ચન એ પણ તેના જીવનમાં ઘણા ચઢાવ ઉતારનો સામનો કર્યો છે. પરંતુ આવા સમયમાંથી પણ અમિતાભ બચ્ચન હાર માન્યા વિના મહેનત કરી બહાર આવ્યા. વાત ત્યારની છે જ્યારે બોલીવુડમાં એક પછી એક સુપરહીટ ફિલ્મો આપીને અમિતાભ બચ્ચને પોતાની ઓળખ બનાવી હતી. ત્યારબાદ તેમણે ૧૯૯૬ માં ૬૦ કરોડથી વધુના ખર્ચે એબીસીએલ એટલે કે અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ કંપનીની સ્થાપના કરી. કંપની શરુ થયા સુધી કોઈ સમસ્યા ન હતી. પણ પહેલા કોર્પોરેટ વેન્ચરમાં અમિતાભ બચ્ચને એક પછી એક ૫ ખોટા ર્નિણયો કર્યા જેના કારણે તેમની કંપની ડુબી ગઈ, તેમના માથા પર કરજ થઈ ગયું અને અમિતાભ બચ્ચન રસ્તા પર આવી ગયા.
અમિતાભ બચ્ચનની કંપનીની શરુઆત સારી હતી. કંપનીના પહેલા વર્ષમાં ૧૫ કરોડનો નફો થયો. પણ ત્યારબાદ જે ૫ પ્રોજેક્ટ કંપનીએ હાથમાં લીધા તેના કારણે કંપની ૭૦ કરોડથી વધુની નુકસાનીમાં ઉતરી ગઈ અને પરિણામે અમિતાભ બચ્ચન પર કરોડોનું કરજ થઈ ગયું.
અમિતાભ બચ્ચનની કંપનીના ૫ ફ્લોપ પ્રોજેક્ટ
૧. એબીસીએલ કંપનીને સૌથી વધુ નુકસાન મિસ વર્લ્ડ શોના આયોજનમાં થયું. બેંગલુરુમાં ગાલા મિસ વર્લ્ડ શો યોજાયો હતો જેમાં સૌથી મોટું આર્થિક નુકસાન થયું.
૨. એબીસીએલ કંપનીને મૃત્યદાતા ફિલ્મથી પણ નુકસાન સહન કરવું પડ્યું.
૩. કંપનીનો ત્રીજાે ફ્લોપ પ્રોજેક્ટ સાત રંગ કે સપને ફિલ્મ હતી. ફિલ્મમાં બોલીવુડના દિગ્ગજ કલાકારો હતા તેમ છતાં ફિલ્મ ફ્લોપ રહી.
૪. એબીસીએલ કંપનીએ એબી બેબી નાનું મ્યુઝિક આલ્બમ કર્યું હતું જે પણ ફ્લોપ રહ્યો.
૫. એક પછી એક ચાર પ્રોજેક્ટ ફ્લોપ ગયા પછી કંપનીએ મુકુલ દેવની ફિલ્મ નામ ક્યા હૈ માં પૈસા નાખ્યા. પણ આ ફિલ્મ ક્યારેય રિલીઝ થઈ નહીં અને કંપની ડુબી ગઈ.
કરજમાં ડુબેલા અમિતાભ બચ્ચન એ હાર માની નહીં તે કામ માટે લોકોને મળતાં રહ્યા અને તેમને ખરાબ સમયમાંથી બહાર આવવામાં ૨ પ્રોજેક્ટથી મદદ મળી. અમિતાભ બચ્ચનને યશ ચોપડાએ મોહબ્બતે ફિલ્મમાં કામ આપ્યું અને સાથે જ તેમણે ટીવી પર કેબીસી હોસ્ટ કરવાનું શરુ કર્યું. આ ૨ પ્રોજેક્ટ અમિતાભ બચ્ચન માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયા. ત્યારથી શરુ થયેલી સફળતા હજુ પણ ચાલી રહી છે.




