પ્રોડ્યુસર ટીજી વિશ્વ પ્રસાદે ફિલ્મની નિષ્ફળતા અંગે વાત કરી પ્રભાસ સાથે ફિલ્મ બનાવી પછતાયો, કરોડો રૂપિયા ડૂબ્યા પ્રભાસની અલ્ટ્રા-હાઇ બજેટ ફિલ્મ ધ રાજા સાબ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહ્યા બાદ તેના નિર્માતાએ મૌન તોડ્યું તેલુગુ સિનેમાના સુપરસ્ટાર પ્રભાસની મોટા બજેટની ફિલ્મો હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી હોરર-કોમેડી ફિલ્મ ધ રાજા સાબ બોક્સ ઓફિસ પર ફેન્સની અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નથી. પીપલ મીડિયા ફેક્ટરીના બેનર હેઠળ બનેલી આ ફિલ્મે નિર્માતાઓને મોટો આર્થિક ફટકો આપ્યો છે. હવે આ ફિલ્મના પ્રોડ્યુસર ટીજી વિશ્વ પ્રસાદે ફિલ્મની નિષ્ફળતા અને તેના પાછળના મુખ્ય કારણો અંગે ખુલ્લીને વાત કરી છે.
અહેવાલો મુજબ, આ ફેન્ટસી-હોરર કોમેડી ડ્રામા પાછળ આશરે ૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જાેકે, નબળી વાર્તા અને આયોજનના અભાવને કારણે ફિલ્મ વૈશ્વિક સ્તરે માત્ર ૨૧૦ કરોડ રૂપિયાની આસપાસ જ કલેક્શન કરી શકી હતી.
તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે તેમને પ્રભાસની આ ફ્લોપ ફિલ્મ અંગે સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે સ્વીકાર્યું કે ફિલ્મનું રિલીઝ ટાઇમિંગ તેમની સૌથી મોટી ચૂક હતી. તેમણે જણાવ્યું હતું કે, અમે અત્યારે સારા મૂડમાં છીએ. સંક્રાંતિના તહેવારના સમયે આ ફિલ્મને સિનેમાઘરોમાં લાવવી એ અમારી સૌથી મોટી ભૂલ હતી. જાે આ ફિલ્મને કોઈ અન્ય તારીખે રિલીઝ કરવામાં આવી હોત, તો કદાચ બોક્સ ઓફિસના પરિણામો આનાથી અલગ હોત.
જ્યારે મીડિયાએ પ્રોડ્યુસરને પૂછ્યું કે શું તેઓ હવે સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ સ્પિરિટ દ્વારા પ્રભાસના ફેન્સની નિરાશા દૂર કરશે, ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, “હું સ્પિરિટ ફિલ્મનો માત્ર ડિસ્ટ્રિબ્યુટર છું. અમે ધ રાજા સાબ ને તેની સ્કેલ અને કદ પ્રમાણે શક્ય તેટલી વિશાળ રિલીઝ આપી હતી. જાેકે તહેવારની મોસમ અને અન્ય પરિબળોને કારણે સ્થિતિ વણસી ગઈ હતી.”
ઉલ્લેખનીય છે કે, કબીર સિંહ અને એનિમલ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારા ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા સાથે પ્રભાસની આગામી ફિલ્મ સ્પિરિટ અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ માર્ચ ૨૦૨૭ માં રિલીઝ થવાની ધારણા છે, પરંતુ તાજેતરના અહેવાલો મુજબ તેની રિલીઝ ડેટ આગળ ધકેલાઈ શકે છે, જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.




