
પોલીસે કહ્યું જીવનું જાેખમ હોઈ શકે અમેરિાકમાં મૂળ કર્ણાટકનો સાકેત શ્રીનિવાસૈયા ગુમ અમેરિકાના બર્કલેની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ભણતો હતો : સાકેત છેલ્લે ૯મી ફેબ્રુઆરીએ સાંજે જાેવા મળ્યો હતો
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓના મોત અને હુમલાના અનેક કિસ્સા સામે આવ્યા છે. હવે એક વધુ ચોંકાવનારો મામલો જાેવા મળ્યો છે. જેણે ચિંતા પેદા કરી છે. અમેરિકાના બર્કલેમાં ૨૨ વર્ષનો ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયા ગુમ થઈ ગયો છે. અમેરિકી પોલીસ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે સાકેતની શોધ ચાલુ છે. અમેરિકી પોલીસે તેને જીવનું જાેખમ હોવાનું પણ ગણાવ્યું છે. સાકેત છેલ્લે મંગળવારે સાંજે ૫ વાગે જાેવા મળ્યો હતો.
અમેરિકી પોલીસના જણાવ્યા મુજબ સાકેતની લંબાઈ ૬ ફૂટ ૧ ઈંચ છે. તેનું વજન ૭૨૧ કિલોની આસપાસ હતું. તેની આંખો ભૂરી છે અને વાળ નાના છે. પોલીસે આ સિવાય બીજી કોઈ જાણકારી શેર કરી નથી. સૈન ફ્રાન્સિસ્કોમાં કોન્સ્યૂલેટ જનરલ ઓફ ઈન્ડિયાએ એક નિવેદન બહાર પાડીને આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. નિવેદનમાં કહેવાયું છે કે ભારતીય કોન્સ્યૂલેટ જનરલને સાકેત શ્રીનિવાસૈયાના ગુમ થવા અંગે ચિંતા છે. તે કર્ણાટકનો રહીશ છે અને યુસી બર્કલેમાં પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થી છે. કોન્સ્યૂલેટ તેના પરિવાર અને સ્થાનિક પ્રશાસનના સંપર્કમાં છે.
સાકેત શ્રીનિવાસૈયા બર્કલેની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં કેમિકલ એન્ડ બાયોમોલીક્યુલર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરતો હતો. તેની લિંક્ડ ઈન પ્રોફાઈલ મુજબ એમએસ પીડીપી ૨૬ પ્રોગ્રામ હેઠળ તેણે અહીં પ્રવેશ લીધો હતો. તેણે આઈઆઈટી મદ્રાસથી ૨૦૨૫માં પોતાની બીટેક પૂરું કર્યું હતું. ત્યારબાદ વિદેશમાં અભ્યાસ કરવાની તક મળી અને તેને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં એડમિશન મળી ગયું. વિદેશમાં ભારતીય વિદ્યાર્થી સાથે ઘટેલી આ કોઈ પહેલી ઘટના નથી. અમેરિકા અને અન્ય દેશોમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે વંશીય ભેદભાવના મામલા સામે આવતા રહે છે. હાલમાં જ લોકસભામાં એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમને જવાબ આપતા વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે સરકાર વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. વિદેશમાં રહેલા ભારતીય મિશન ભારતીય વિદ્યાર્થીઓ સાથે કોઈ ખરાબ વ્યવહાર ન થાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. સાતે શ્રીનિવાસૈયા સાથે રહેતા બનેતસસિંહે તેના ગાયબ થયા બાદ મદદ માટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. તેમાં લખ્યું હતું કે શ્રીનિવાસૈયા ૯ ફેબ્રુઆરીથી ગુમ છે. છેલ્લે બર્કલે હિલ્સ બાદ તે જાેવા મળ્યો હતો. જાે કોઈને તેના વિશે ખબર પડે તો જાણકારી આપે.




