
ભ્રષ્ટાચાર સામે લાલ આંખ.દાહોદમાં દીવાલ કૌભાંડમાં મહિલા સરપંચ સસ્પેન્ડ.આર્થિક ગેરરીતિ મામલે જિલ્લા વિકાસ અધિકારી એ કડક વલણ અપનાવી મહિલા સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધા છે.દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં સરકારી ગ્રાન્ટના દુરુપયોગ અને ભ્રષ્ટાચારનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. શાળાની કમ્પાઉન્ડ વોલ બનાવવાના નામે થયેલી આર્થિક ગેરરીતિ મામલે જિલ્લા વિકાસ અધિકારી એ કડક વલણ અપનાવી મહિલા સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરી દીધા છે.
ફતેપુરાના કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયતમાં વિકાસના કામો માટે આવેલી સરકારી ગ્રાન્ટમાં મોટાપાયે ગેરવહીવટ થયો હોવાની ફરિયાદો ઉઠી હતી. ખાસ કરીને ગામની શાળામાં કમ્પાઉન્ડ વોલ (કિનારી દીવાલ) બનાવવાના કામમાં લાખો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શાળાની દીવાલના નિર્માણ કાર્યમાં નિયમોનું ઉલ્લંઘન કરીને ગંભીર આર્થિક ગોબાચારી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન એવું ફલિત થયું હતું કે આ કામમાં કુલ રૂ. ૧.૬૬ લાખની માતબર રકમની ગેરરીતિ કરવામાં આવી છે, જે સીધી રીતે ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે.
આ ભ્રષ્ટાચાર મામલે દાહોદ DDO (જિલ્લા વિકાસ અધિકારી) એ તપાસના અંતે મહિલા સરપંચ રાધિકા નીનામા ને જવાબદાર ગણ્યા હતા. પંચાયતની ગ્રાન્ટમાં થયેલા ગેરવહીવટ અને સત્તાના દુરુપયોગ બદલ રાધિકા નીનામાને સરપંચ પદેથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ જારી કરવામાં આવ્યો છે.




