
વર્ષ ૨૦૦૦માં જંગ ફિલ્મમાં સાથે જાેવા મળ્યા હતા.શિલ્પા શેટ્ટી અને જેકી શ્રોફ ૨૫ વર્ષ પછી ફરી સાથે કામ કરશે.સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે અને પ્રોડકશન ટીમ મુંબઇ અને પુણેમાં લોકેશનની પસંદગી કરી રહી છે.શિલ્પા શેટ્ટી અને જેકી શ્રોફ અમેઝોન પ્રાઇમ વીડિયો સીરીઝમાં મુખ્ય ભૂમિકા માટે વાતચીત કરી રહ્યા છે.
સૂત્રોના અનુસાર,આ પ્રોજેક્ટ આઠ એપિસોડનો એક લાઇફ ડ્રામા હશે. સૂત્રના જણાવ્યા અનુસાર, સ્ક્રિપ્ટ તૈયાર થઇ ગઇ છે અને પ્રોડકશન ટીમ મુંબઇ અને પુણેમાં લોકેશનની પસંદગી કરી રહી છે. યૂનિટ માર્ચ મહિનામાં શૂટિંગ કરવે તેવી તૈયારી થઇ રહી છે. આંતિરક સૂત્રોના અનુસાર, મુખ્ય શૂટિંગ માટે ૬૦ દિવસનો સમય નિર્ધાતિત કરવામાં આવ્યો છે. ટીમ બન્ને શિલ્પા શેટ્ટી અને જેકી શ્રોફની તારીખો લઇ રહી છે. જાે બધુ સમૂસુથરું પાર પડશે તો આ જાેડી ફરી ૨૫ વરસ પછી સાથે કામ કરતી જાેવા મળશે.આ પહેલા તેમણે ૨૦૦૦માં જંગમાં કામ કર્યું હતું.




