
જ્યાં રોકાય છે દુનિયાભરના અમીરો દુબઈની વર્લ્ડ ફેમસ બુર્જ અલ અરબ હોટલ પર ઈરાને કર્યો હુમલો ઈરાનના હુમલાએ આ સ્થળને દહેશતમાં મૂકી દીધું છે.
ઈરાને અમેરિકા અને ઈઝરાયેલના હુમલાના જવાબમાં મધ્ય પૂર્વના દેશો પર વળતા પ્રહાર કર્યા છે. આ હુમલાઓમાં મુખ્યત્વે અમેરિકી સૈન્ય મથકો નિશાને રહ્યા હતા, પરંતુ કેટલાક હુમલા રહેણાંક વિસ્તારોમાં પણ થયા છે. ઈઝરાયેલે ખાડીના ૮ દેશો પર હુમલો કર્યો હોવા છતાં, ઈરાનના નિશાને સૌથી વધુ ેંછઈ જાેવા મળી રહ્યું છે. દુબઈ અને અબુ ધાબી પર ઈરાનની મિસાઈલો અને ડ્રોન દ્વારા ભારે તબાહી મચાવી રહ્યા છે. દુબઈ પર થયેલા હુમલાઓમાં એક હુમલો અહીંની સૌથી પ્રખ્યાત હોટલ બુર્જ અલ અરબ પર પણ કરવામાં આવ્યો છે.
દુનિયાની સૌથી મોંઘી અને લક્ઝરી હોટલોમાં ગણાતી આ હોટલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. શનિવારની રાત્રે થયેલા ઈરાનના હુમલાએ આ સ્થળને દહેશતમાં મૂકી દીધું છે. બુર્જ અલ અરબ પરના હુમલાના સમાચાર વાયુવેગે આખી દુનિયામાં ફેલાઈ ગયા છે. જાેકે દુબઈમાં કોઈ અમેરિકી બેઝ નથી, પરંતુ ઈરાને આર્થિક અને વ્યૂહાત્મક કારણોસર તેને નિશાન બનાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આગ મામૂલી હતી અને તેને તરત જ કાબૂમાં લેવામાં આવી હતી.
સમુદ્રની વચ્ચેથી નીકળતા એક મોટા વહાણના સઢ (Sail) જેવો આકાર ધરાવતી આ હોટલ મધ્ય પૂર્વની સૌથી પ્રખ્યાત ઇમારત છે. ૧૯૯૯માં ખુલેલી અને જુમેરાહ ગ્રુપ દ્વારા નિર્મિત આ હોટલને બ્રિટિશ આર્કિટેક્ટ ટૉમ રાઈટે પરંપરાગત અરેબિયન ઢો (Dhow) વહાણ જેવી ડિઝાઇન કરી હતી. આ હોટલની ઉંચાઇ અરબી સમુદ્રથી ૩૨૧ મીટર ઊંચી. તે પોતાના એક આર્ટિફિશિયલ આઈલેન્ડ (કૃત્રિમ ટાપુ) પર બનેલી છે, જે એક પ્રાઈવેટ બ્રિજ દ્વારા મુખ્ય જમીન સાથે જાેડાયેલ છે.
અહીં રોકાવું એ સામાન્ય માણસ માટે એક સપના જેવું છે. સૌથી સસ્તા વન-બેડરૂમ સુઈટનું ભાડું એક રાતનું અંદાજે રૂ.૧.૨૫ લાખથી રૂ.૧.૭ લાખ (૧૫૦૦-૨૦૦૦ USD) છે, જ્યારે લક્ઝરી સુઈટનું ભાડું ૧૫ હજાર ડોલર સુધી જઈ શકે છે. સત્તાવાર રીતે દુનિયામાં ક્યાંય સેવન-સ્ટાર રેટિંગ હોતું નથી. એવું કહેવાય છે કે, એક પત્રકારે જ્યારે અહીંની લક્ઝરીનો અનુભવ કર્યો ત્યારે તેને ફાઈવ-સ્ટાર કરતા પણ ક્યાંક વધુ ગણાવ્યો અને ત્યારથી આ હોટલ પર સેવન-સ્ટારનું લેબલ લાગી ગયું.
હોટલની અંદર ૧૮૦ મીટર ઊંચો એટ્રિયમ, ગોલ્ડ-લીફ (સોનાના વરખ)નું ફિનિશિંગ, પર્સનલ બટલર સર્વિસ અને એક હેલીપેડ છે. આ હેલીપેડ પર ટેનિસ મેચથી લઈને સુપરકાર લોન્ચિંગ સુધીની ઘટનાઓ બની ચૂકી છે.




