
ટ્રમ્પનો વાટાઘાટોનો દાવો અને ઈરાનનો સ્પષ્ટ ઈનકાર ભીષણ યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો વાતચીતનો પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો લારીજાનીનું આ નિવેદન ટ્રમ્પના દાવાને સીધે સીધું નકારે છે અને બંને દેશો વચ્ચેની તિરાડ વધુ સ્પષ્ટ કરે છે
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે રાજદ્વારી મોરચે પણ ગરમાવો જાેવા મળી રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા વડા અલી લારીજાની વચ્ચે વાટાઘાટોને લઈને વિરોધાભાસી નિવેદનો સામે આવ્યા છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ઈરાનનું નવું નેતૃત્વ તેમની સાથે વાતચીત કરવા ઈચ્છે છે અને તેઓ પણ આ માટે સહમત થયા છે. જાેકે, ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા વડા અલી લારીજાનીએ સોમવારે સવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “અમે અમેરિકા સાથે કોઈ પણ પ્રકારની વાટાઘાટો કરીશું નહીં.” લારીજાનીનું આ નિવેદન ટ્રમ્પના દાવાને સીધે સીધું નકારે છે અને બંને દેશો વચ્ચેની તિરાડ વધુ સ્પષ્ટ કરે છે.
ફ્લોરિડા સ્થિત પોતાના નિવાસસ્થાનેથી ધ એટલાન્ટિક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાનના નેતાઓએ વહેલી તકે સંપર્ક કરવો જાેઈતો હતો. તેમણે ઉમેર્યું કે, “તેઓ હવે વાત કરવા માંગે છે અને હું પણ તૈયાર છું, પરંતુ તેમણે આ કામ ઘણું વહેલું કરી લેવું જાેઈતું હતું. તેઓએ ઘણો લાંબો સમય રાહ જાેઈ છે અને હવે રમત તેમના માટે અઘરી બની ગઈ છે.” ટ્રમ્પે એવો પણ ઉલ્લેખ કર્યો કે અગાઉ વાટાઘાટોમાં સામેલ ઘણા લોકો હવે હયાત નથી, જે ઈરાન પરના તાજેતરના સૈન્ય હુમલાઓ તરફ ઈશારો કરે છે.
સૈન્ય કાર્યવાહી અંગે વાત કરતા ટ્રમ્પે જણાવ્યું કે આ સંઘર્ષ હજુ ૪ થી ૫ અઠવાડિયા સુધી ચાલી શકે છે. તેમણે કહ્યું કે, ઈરાન એક મોટો દેશ છે અને તેની સામેની સૈન્ય પ્રક્રિયા પૂર્ણ થવામાં આટલો સમય લાગી શકે છે. ટ્રમ્પના મતે યુએસ સૈન્ય જરૂર પડ્યે પોતાની કામગીરી ચાલુ રાખશે, ભલે તેઓ કૂટનીતિ માટે દરવાજા ખુલ્લા હોવાનું કહેતા હોય.
ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ તેહરાનમાં રાજકીય સ્થિતિ અસ્થિર બની છે. રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને જણાવ્યું છે કે દેશની સર્વોચ્ચ સત્તા ચલાવવા માટે એક કામચલાઉ કાઉન્સિલની રચના કરવામાં આવી છે, જેમાં તેઓ પોતે, ન્યાયતંત્રના વડા અને ગાર્ડિયન કાઉન્સિલના એક સભ્ય સામેલ છે. ખામેનેઈના અવસાન બાદ ઈરાનની ભાવિ દિશા અને અમેરિકા સાથેના તેના સંબંધો અંગે ભારે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.




