
Gen-Z એક્ટર્સનો કોઈને ખોટા સાબિત કરવા માટે જાેખમ લેવાનો ઇરાદો નથી હોતો : શનાયા કપૂર શનાયા કપૂરે ‘આંખોં કી ગુસ્તાખિયાં’ સાથે ગયા વર્ષે એક્ટિંગમાં ડેબ્યુ કર્યું છે. જેમાં તેણે વિક્રાંત મેસી સાથે કામ કર્યું હતું.
શનાયા કપૂરે ‘આંખોં કી ગુસ્તાખિયાં’ સાથે ગયા વર્ષે એક્ટિંગમાં ડેબ્યુ કર્યું છે. જેમાં તેણે વિક્રાંત મેસી સાથે કામ કર્યું હતું. તેની તાજેતરની રિલીઝ ‘તું યા મેં’માં તે આદર્શ ગૌરવ સાથે જાેડાઈ હતી અને જેમાં બંનેની હાઇટ મુદ્દે ઘણી ચર્ચા થઈ હતી. જ્યારે તેની પહેલી ફિલ્મમાં તેણે વિક્રાંત મેસ્સી સાથે કામ કર્યું હતું, જેમાં તેની સાથે વિક્રાંત મેસ્સી હતો, ત્યારે તેમની વચ્ચેના ઉમરના તફાવત વિશે પણ ઘણી ચર્ચા હતી.શનાયાની બંને ફિલ્મના આ કાસ્ટિંગ બોલિવૂડનાં પરંપરાગત માપદંડોથી થોડાં અલગ છે, શનાયા સહમત પણ છે કે તેની પેઢીના કલાકારો પૂર્વગ્રહિત ધારણાઓ અને નિયમોને પડકારવાનો આનંદ માણી રહ્યા છે. શનાયા કહે છે, “આ કોઈને ખોટાં સાબિત કરવાની વાત નથી.
હું મારી જાત વિશે કહી શકું છું અને મારા માટે, જાેખમ લેવામાં મારો ઉત્સાહ વધે છે. જાે તમે કંઈ વાંચો અને તમને લાગે કે ‘આ તો હું કરી ચૂકી છું, ચાલો ફરી એ જ કરીએ’, તો મને ખબર નથી કે એ મારા માટે કેટલું ઉત્સાહજનક હશે. હું સીન જાેઈને વિચારવાનું પસંદ કરું છું કે, ‘હે ભગવાન, શું હું આ કરી શકીશ કે નહીં? હું આ કેવી રીતે કરી શકું? હું તેમાં સત્ય કેવી રીતે શોધું?’ આ જ વસ્તુઓ મને વ્યક્તિગત રીતે ઉત્સાહિત કરે છે અને એ જ જગ્યાએ તમે આશા રાખો છો કે જાદુ સર્જાશે અને જ્યારે તમે કંઈ નવું કરવાનો પ્રયત્ન કરો અને એક જ વસ્તુ કરતા ન રહો ત્યારે એ નાનો ચમકારો દેખાય છે.”જાેકે જાેખમો ઘણી વાર બોક્સ ઑફિસ પર પરિણામ આપી શકતા નથી, શનાયા આશાવાદી છે કારણ કે છેલ્લા મહિનાઓમાં ધુરંધર (૨૦૨૫) અને બોર્ડર ૨ બોક્સ ઓફિસ પર પ્રભાવ પાડવામાં સફળ રહી છે. તે કહે છે, “હાલનો સમય તમામ કલાકારો અને સર્જકો માટે પણ ખૂબ જ ઉત્સાહજનક છે. દર્શકો ફરીથી થિયેટર્સમાં આવી રહ્યા છે અને એ ખૂબ જ ઉત્સાહજનક લાગણી છે. થોડા સમય માટે દર્શકોએ આવવાનું બંધ કરી દીધું હતું. પરંતુ હવે આંતરરાષ્ટ્રીય ફિલ્મો માટે પણ લોકો મોટી સંખ્યામાં જઈ રહ્યા છે, જેમ કે માર્ટી સુપ્રીમ જેવી ફિલ્મ માટે પણ લોકો આવે છે, એ પણ ઉત્સાહજનક છે. દર્શક તરીકે મેં થોડા સમય માટે આ મજા મિસ કરી હતી. તો, અભિનેત્રી તરીકે આ વધુ ઉત્સાહજનક અને વધુ પ્રેરણાદાયક છે.”




