
‘એ ઈરાનને વેનેઝુએલા સમજી બેઠા’ અમેરિકાના પૂર્વ NSA એ જ ટ્રમ્પને બરાબરના તતડાવ્યાં બોલ્ટે આરોપ લગાવ્યો કે ટ્રમ્પ કોઈપણ પ્રકારના નક્કર પ્લાનિંગ વગર જ સૈન્ય અભિયાન જેવા મોટા ર્નિણયો લઈ લે છે.
ઈરાન પર હુમલો કરવાના ર્નિણયને લઈને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે સ્વદેશમાં જ ટીકાઓનો સામનો કરી રહ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જાેન બોલ્ટને ટ્રમ્પ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, પ્રમુખને કદાચ એવું લાગ્યું હશે કે તેઓ વેનેઝુએલાની જેમ ઈરાનમાં પણ ઝડપથી તખ્તાપલટ કરી દેશે, પરંતુ તેમની આ વિચારધારા સંપૂર્ણપણે ખોટી સાબિત થઈ છે. એક ઈન્ટરવ્યૂમાં બોલ્ટને આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પ કોઈપણ પ્રકારના નક્કર પ્લાનિંગ વગર જ સૈન્ય અભિયાન જેવા મોટા ર્નિણયો લઈ લે છે. તેમજ તેઓ કોઈ વ્યૂહનીતિને અનુસરવાને બદલે આવેશમાં આવીને કામ કરે છે, જે જાેખમી સાબિત થઈ શકે છે.આ અંગે વધુમાં વાત કરતા જાેન બોલ્ટને વધુમાં જણાવ્યું કે ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન પણ તેમને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે ઈરાનમાં તખ્તાપલટના પ્રયાસો કરવાથી હોર્મુઝ સ્ટ્રેટ અને ફારસની ખાડીમાં ઓઇલ સપ્લાય પર મોટું જાેખમ ઊભું થઈ શકે છે. જાેકે, ટ્રમ્પની કામ કરવાની શૈલીની ટીકા કરવાની સાથે બોલ્ટને અમેરિકન સેનાના પર્ફાેર્મન્સના વખાણ પણ કર્યા હતા. તેમણે સ્વીકાર્યું કે અત્યાર સુધીના લશ્કરી હુમલાઓ ઘણા પ્રભાવશાળી રહ્યા છે, જેના કારણે ઈરાનની સૈન્ય ક્ષમતા, કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ અને એરફોર્સને ભારે નુકસાન પહોંચ્યું છે. તેમ છતાં, ખાડી વિસ્તારમાં જહાજાેની અવરજવર માટે હજુ પણ ખતરો યથાવત છે.આ દરમિયાન બોલ્ટને એવા દાવાઓને પણ ફગાવી દીધા હતા કે ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂએ અમેરિકાને આ યુદ્ધમાં ધકેલ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે નેતન્યાહૂ ટ્રમ્પને ભટકાવી શકે તે વાતમાં દમ નથી, ઈરાન પર હુમલાનો ર્નિણય સંપૂર્ણપણે ટ્રમ્પનો પોતાનો જ હતો. અંતમાં તેમણે ટકોર કરી હતી કે ટ્રમ્પ સરકારે હવે જલ્દીથી પોતાના આગામી ઉદ્દેશ્યો સ્પષ્ટ કરવા જાેઈએ જેથી આ સંઘર્ષની દિશા જાણી શકાય.




