Fashion News: ઉનાળો આવી ગયો છે અને આ સીઝનમાં દરેક વ્યક્તિ સ્ટાઇલિશ અને કૂલ દેખાવા માંગે છે. પરંતુ ઉનાળામાં પોતાને સ્ટાઇલિશ રાખવાની સાથે-સાથે આરામદાયક પણ રહેવું જરૂરી છે.
ઉનાળો આવી ગયો છે અને આ સીઝનમાં દરેક વ્યક્તિ સ્ટાઇલિશ અને કૂલ દેખાવા માંગે છે. પરંતુ ઉનાળામાં પોતાને સ્ટાઇલિશ રાખવાની સાથે-સાથે આરામદાયક પણ રહેવું જરૂરી છે. અહીં કેટલીક સરળ ટિપ્સ આપી છે જે તમને આ ઉનાળામાં ભીડમાંથી અલગ બનાવશે અને તમને દરેકની પ્રશંસા મેળવવામાં મદદ કરશે.
હળવા અને આરામદાયક કપડાં પહેરો
ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરીને છોકરીઓ સુંદર અને આરામદાયક રહી શકે છે. લાંબા ફ્લોરલ ડ્રેસ, ટૂંકા શોર્ટ્સ અને ટોપ્સ અથવા ક્યૂટ જમ્પસૂટ ખૂબ સરસ લાગે છે. લિનન પેન્ટ અને ખુલ્લા બ્લાઉઝ પણ ખૂબ આરામદાયક અને સ્ટાઇલિશ લાગે છે.
સનગ્લાસ અને હેટ્સ
ઉનાળામાં સ્ટાઈલિશ સનગ્લાસ અને ક્યૂટ ટોપી પહેરવાથી માત્ર તડકાથી તમારું રક્ષણ થતું નથી, પણ તમે વધુ સ્ટાઇલિશ દેખાશો. સનગ્લાસની સારી જોડી તમારી આંખોને સૂર્યપ્રકાશથી સુરક્ષિત કરે છે, અને ટોપી તમારા માથાને સૂર્યથી સુરક્ષિત કરે છે.
ઉનાળામાં પગને ઠંડક અને આરામની પણ જરૂર હોય છે. તેથી હળવા ચંપલ પહેરવા શ્રેષ્ઠ છે. પછી ભલે તમે બીચ અથવા બજારમા જઈ રહ્યા હોવ. સ્ટાઇલિશ ફ્લિપ-ફ્લોપ, સ્લાઇડ્સ અથવા સ્ટ્રેપી સેન્ડલ તમને સુંદર દેખાડે છે.
આ એક્સેસરીઝ પહેરો
ઉનાળામાં તમારા લુકને ખાસ બનાવવા માટે લાઇટ એક્સેસરીઝ ખૂબ જ ઉપયોગી છે. નાના મણકાની માળા અને સુંદર હળવા બ્રેસલેટ્સ પહેરો. આ બધી વસ્તુઓ તમને સ્ટાઇલિશ દેખાવામાં મદદ કરે છે
મિનિમલ મેકઅપઃ- ઉનાળાની ઋતુમાં હળવો મેકઅપ સારો રહે છે. વોટરપ્રૂફ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો જેથી મેકઅપ પરસેવાના કારણે ધોવાઇ ના જાય.