
ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” થીમ અંતર્ગત ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. “સ્વદેશી વીથ ગ્લોબલ અપીલ”ની થીમ સાથે આ કાર્યક્રમ સ્વદેશી ડિઝાઇનને વિશ્વની આધુનિક પસંદગી અને ગ્લોબલ એસ્થેટિક્સને જોડવાનો પ્રયાસ છે.
આ ફેશન શો અંતર્ગત સ્વદેશી વસ્ત્રોની ડિઝાઇન્સને રજૂ કરવામાં હતી. સ્થાનિક ડિઝાઇનર્સને અનુલક્ષીને તૈયાર કરાયેલાં દરેક લૂક સ્વદેશી હસ્તકલા સાથે ભારતનાં સસમૃદ્ધ વારસાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.આ ફેશન શોમાં ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2024 નિકિતા પોરવાલ તથા ફેમિના મિસ ઇન્ડિયા 2024 ફર્સ્ટ રનર-અપ રેખા પાંડે વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. બે શો-સ્ટોપર્સની વિશેષ વૉક અને મોડલ્સની પ્રસ્તુતિ દ્વારા દર્શકોને સ્વદેશી ફેશનની નવી ઝલક જોવા મળશે.અત્રે ઉલ્લેખનીય છે કે, ફેશન ઇન્ડસ્ટ્રીમાં સ્વદેશી વસ્ત્રો અને ટેક્સટાઇલ્સને પ્રાધાન્ય આપવા, સ્થાનિક ડિઝાઇનર્સને મંચ આપવા, અને યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો આ ફેશન શોનોનું આયોજન કરવામાં આવ્યું હતું.





