
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત:- સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સુરત મહાનગરપાલિકાની બિલ્ડીંગ માંથી અડધી રાતે મહાનગરપાલિકાના અધિકારીઓએ યુનિયન ઓફિસોના તાળાતોડી કબ્જા લઇ લેવામાં આવેલ છે.જેની સામે જુદા-જુદા યુનિયનો દ્વરા તા:-૨૦/૧૧/૨૦૨૫ નારોજ લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત ફરિયાદ આપવામાં આવેલ.તેફરિયાદની તપાસ સુરત શહેરના લાલગેટ પોલીસ વિસ્તારમાં મદદનીશ પોલીસ ક્મીશનરશ્રીને તપાસ સોંપવામાં આવેલ. પરંતુ ચાર મહિના જેવો લાંબો સમય થવા છતાં તપાસ આગળ વધી નથી.જે સુરત શહેર પોલીસની નિષ્ક્રિયતા સાબિત કરે છે.સામાન્યરીતે-સામાન્ય ગુનેગારને પકડી વરઘોડા કાઢી વાહ-વાહ લૂંટતી હોઈ છે, પરંતુ આ કેસમાં કઈ બન્યું જ ના હોઈ તેમ પોલીસ કોઈપણ પ્રકારની તપાસ કરી નથી.
પ્રાપ્ત માહિતી મુજબ સુરત મહાનગરપાલિકામાં ત્રીસક હજાર જેટલા કર્મચારીઓ/અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે આવા કર્મચારીઓ પોતાની ફરિયાદ અંગે એકસાથે રજૂઆત કરવા જઈ શકે નહિ.સુરત મહાનગરપાલિકાના બિલ્ડીંગમાં અનેક કર્મચારીઓ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા આવેલ છે.કર્મચારીઓની ફરિયાદ અને તેના નિરાકરણ માટે જુદા-જુદા યુનિયનો અસ્તિત્વમાં આવેલા છે..સુરત સુરત મ્યુનીસિપલ એપ્લોઇઝ (સ્ટાફ) યુનિયન જેની નોધણી અંગ્રેજોના સમયમાં મહારાષ્ટ્ર ગુજરાત એક હતું ત્યારે થયેલ છે.અખિલ ભારતીય કામદાર સંગઠન જેની નોધણી ૨૦વર્ષ પહેલા થયેલ છે.અખિલ ભારતીય સફાઈ મજદુર કોંગ્રેસ જેની નોંધણી મહારાષ્ટ્રમાં થયેલ છે.અને આ યુનિયનના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કેન્દ્ર સરકારમાંમાં જુદા-જુદા વિભાગ અને ગૃહ-મંત્રાલય સંભાળનાર સરદાર બુટ્ટાજી હતા.વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને અન્યાય થતો અટકાવવા માટે સરદાર બુટ્ટાજીએ આ યુનિયનની સ્થાપના કરેલ હતી.બીજું યુનિયન છે નવયુવાન કર્મચારી સેવા સંઘ વિગેરે યુનિયનના આગેવાનોએ તેઓની ફરિયાદમાં જણાવ્યા મુજબ,કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ અગાઉથી યુનિયનોને જાણ કાર્ય વગર યુનિયન ઓફિસોના તાળા અડધીરાત્રે તોડી યુનિયન ઓફીસમાંથી દસ્તાવેજો લવાજમ પેટે વસુલ કરેલા નાણા તેમજ દેશના મહાનુભાવો બંધારણ ના ઘડવ્યા ડો.બાબાસાહેબ આંબેડકરની ફોટોફ્રેમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી,સરદાર વલ્લભભાઈ પટેલની તસ્વીરો બહાર ફેંકી દઈને આ અધિકારીઓએ ગંભીર ફરજચૂક કરી છે.તેમજ દેશના મહાન પુરુષોનું પણ અપમાન કરેલ છે.મહાનગરપાલિકા ધારે તો યુંનીયોનો ના આગેવાનોની હાજરીમાં ઓફિસો ખાલી કરાવી શકાઈ હોત પરંતુ રાત્રે ૧૨:૦૦ કલાકે પોલીસનો બંદોબસ્ત લઇ યુનિયન ના આગેવાનોને ગેટ ઉપરજ અટકાવી દઈ યુનિયનોની ઓફીસના કબ્જા લઇ લીધા છે.આ અંગે લાલગેટ પોલીસને કિરીટ જે વાઘેલા,મોહંમદ ઇકબાલ શેખ,હેમંત જ સોલંકી અને નરેશ બી. પડાયા ની સહી થી આપેલ ફરિયાદ થી મહાનગરપાલિકાના જવાબદાર તમામ અધિકારીઓ સામે FIR નોંધવાની માંગણી કરેલ છે.
સુરત મહાનગરપાલિકામાં કાર્યરત ૨૫ જેટલા યુંનીયોનોના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા ના ડેપ્યુટી(ડેપ્યુટેશન) નિધિ સીવાચ અને કમિશનર શાલીની અગ્રવાલના વહીવટ સામે સુરત મ્યુનીસિપલ એપ્લોઇઝ (સ્ટાફ) યુનિયનના પ્રમુખશ્રી મોહંમદ ઇકબાલ શેખ,નામદાર ગુજરાત હાઈ કોર્ટમાં સફાઈ કામદારોને સેનેટરી સબ ઈન્સ્પેક્ટર તરીકે પ્રમોશનમાં અન્યાય થઇ રહેલ હોવાની પીટીશન દાખલ કરી હતી ડેપ્યુટી કમિશનર નિધિ સીવાચે નામદાર ગુજરાત હાઇકોર્ટની નોટીશ ની અવગણના કરી ૭૮ જેટલા કર્મચારીઓને ખોટી રીતે પ્રમોશન આપવામાં આવેલ હતા. તેનો વિરોધ કરતા અને નામદાર ગુજરાત હાઇકોર્ટમાં તે અંગે ની ફરિયાદ કરાતા ડેપ્યુટી કમિશનર નિધિ સીવાચને નામદાર ગુજરાત હાઇકોર્ટમાંથી હાજર થવા અને પ્રમોશનના હુકમો રદ કરવા હુકમ કરવામાં આવેલ હતો. જેથીડેપ્યુટી કમિશનર નિધિ સીવાચનો અહમ ઘવાયેલ અને તેઓ અને કમિશનર શાલીની અગ્રવાલ વિગેરે એ યુનિયન આગેવાનોને સબક શીખવાડવા અડધી રાત્રે તાળાતોડી યુનિયન ઓફિસોના કબજા લઇ લેવામાં આવેલ છે.યુનિયનો સરકાર દ્વારા અને સરકારની મંજુરીથીજ અસ્તિત્વમાં આવતા હોઈ છે.ત્યારે સુરત મહાનગરપાલિકાના ૩૦હજાર જેટલા કર્મચારીઓ/અધિકારીઓ નેયુનિયન વિહોણા કરવાનું પાપ ડેપ્યુટી કમિશનર નિધિ સીવાચે કર્યું છે.અહિયાં પ્રશ્ન એ થાય કે,ગુજરાતમાં કેટલાક ક્લેકટરોની ધરપકડ કરવામાં આવી છે,ત્યારે નિધિ સીવાચ અને મનપાના અધિકારીઓ સામે ગુનો નોંધતા પોલીસને કોણ રોકી રહ્યું છે?





