
ભારતમાં એકમાત્ર લદ્દાખનું હાનલે એવું સ્થળ છે જ્યાં આ સ્કેલ એકનો છે દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું
દેશમાં નીતિના અભાવે ગામડાંઓમાં પણ વિકાસના કારણે લાઈટ પોલ્યુશન વધતાં નભોદર્શન મુશ્કેલ આજથી વર્ષાે પહેલાં કુદરતના ખોળે જેમણે બાળપણ માણ્યું છે તેવાં હવે મોટેરાં થઈ ચૂકેલાં બાળકોને ‘ગણ્યા ગણાય નહિ, વીણ્યા વિણાય નહીં તોય મારા આભલામાં માય..બોલો શું .’એ ઉખાણાંની પંક્તિ યાદ હશે. આ ઉખાણાનો જવાબ હતો આકાશના તારા. રોજ રાતે આકાશમાં ઝળહળતા અસંખ્ય તારા જાેઈ બાળકો મુગ્ધ બની જતા હતા. પરંતુ, હવે તાજેતરનાં વર્ષાેમાં કહેવાતા વિકાસ, આધુનિકીકરણ તથા ગામડાંઓના પણ ઝડપભેર થઈ રહેલાં શહેરીકરણના કારણે સમગ્ર ભારતનું આકાશ ઝાંખું થઈ રહ્યું છે. આકાશ તો ત્યાંનું ત્યાં જ છે, તેમાં નહિ સમાતા પેલા તારાઓ પણ ત્યાંના ત્યાં છે પરંતુ ધરતી પરથી તેની દ્રશ્યગોચરતા ઘટી ગઈ છે અને આજથી થોડા દાયકા પહેલાં આપણને રાતે જેટલા તારા દેખાતા હતા તેટલા હવે નથી દેખાતા અને હવે રાત્રિનું આકાશ ઉત્તરોત્તર ધૂંધળું થઈ રહ્યું હોવાથી અંતરિયાળ ગામો તથા વનવગડામાં પણ આગામી વર્ષાેમાં અત્યારે દેખાય છે તેટલા તારા પણ નહીં દેખાય. મુંબઈના તાતા ઈન્સ્ટિટયૂટ ઓફ ફન્ડામેન્ટલર રિસર્ચના પ્રોફેસર અનિકેત સૂળેએ પોતાનો સ્વાનુભવ વર્ણવતાં કહ્યું હતું કે ૯૦ના દાયકામાં તેઓ મુંબઈથી દૂર વાંગણી ગામમાં રહેતા હતા તેમને આકાશમાં તારા તો ઠીક પણ દૂધગંગા તરીકે ઓળખાતી આપણી આકાશ ગંગાનો તેજલિસોટો પણ સ્પષ્ટ દેખાતો હતો. કમનસીબે હવે વાંગણીમાં પણ એવી આકાશગંગા દેખાતી નથી.
ખગોળ શામાં રાત્રિના આકાશની તેજસ્વીતાને માપવા માટે બોર્ટલ સ્કેલનો ઉપયોગ થાય છે. આ સ્કેલ અમેરિકી વિજ્ઞાાની જાેન બોર્ટલએ ૨૦૦૧માં તૈયાર કર્યાે હતો. આ સ્કેલમાં એકનો આંકં હોય એટલે પૃથ્વીની એવી સૌથી અંધારી જગ્યા જ્યાંથી રાત્રિનું આકાશ એટલું ચોખ્ખું દેખાય કે આકાશગંગાની પણ છાયા વર્તાતી હોય બીજી તરફ આ સ્કેલનો નવનો આંક એટલે સૌથી ધૂંધળું આકાશ. અહીં રાતના મોટાભાગના તારા સુસ્પષ્ટ જાેઈ શકાતા નથી. કમનસીબે ભારતનાં મોટાભાગનાં શહેરોમાં આ સ્કેલ હાલ નવનો છે. આ શહેરમાં આકાશમાં કેસરી રંગની ઝાંય દેખાયા કરે છે. જેની પાછળ મોટાભાગના તારા ઢંકાયેલા રહે છે. ભારતમાં એકમાત્ર લદ્દાખનું હાનલે એવું સ્થળ છે જ્યાં આ સ્કેલ એકનો છે. દિલ્હીમાં આ સ્કેલ નવનો છે જ્યારે મુંબઈમાં આઠનો છે. આ જ કારણસર લદ્દાખ સરકારે ડિસેમ્બર ૨૦૨૧માં હાનલેને ભારતનું ડાર્ક સ્કાય રિઝર્વ જાહેર કર્યું છે. એ પછી ૨૦૨૪ની ૧૧મી જાન્યુઆરીએ મહારાષ્ટ્રનાં પેંચ ટાઈગર રિઝર્વને પણ ભારતનાં ડાર્ક સ્કાય પાર્ક તરીકે માન્યતા અપાઈ છે. તમિલનાડુમાં પણ એક ડાર્ક સ્કાય સાઈટ શરૂ કરવામાં આવી છે. પરંતુ, આ બધું સરી જતી રેતીને પકડવાના પ્રયાસો જેવું છે. એ હકીકત છે કે ભારતનું મોટાભાગનું આકાશ લાઈટ પોલ્યુશનના કારણે ધૂંધળું થઈ ગયું છે. હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિકાસ પહોંચતાં રાત્રિના સ્ટ્રીટ લાઈટ્સ ઝળાંહળાં રહેતી હોય છે. આ ઉપરાંત હાઈવે પરની લાઈટ્સ, વિવિધ ઈન્ળા પ્રોજેક્ટસની લાઈટ્સ વગેરે લાઈટ પોલ્યુશનમાં ઉમેરો કરે છે. મુંબઈ, દિલ્હી જેવાં શહેરોમાં હવે સ્ટાર ગેઝિંગ ટ્રીપ્સ ગોઠવાય છે જેમાં શહેરીજનો હોંશે હોંશે તારા નિહાળવા ટૂર પર જાય છે. કોઈ ધૂમકેતુ કે અન્ય ખગોળીય પદાર્થ દેખાવાનો હોય ત્યારે શહેરથી દૂરના વિસ્તારમાં આવી ટૂર ગોઠવાય છે. આમ તારા જાેવા જે એક સાહજિક, નૈસગક પ્રકૃત્તિ દત્ત અહેસાસ હતો તે હવે સુદૂર ટૂરિઝમનો વિષય બની ગયો છે.





