
ફિલ્મ ૨૨ મે, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે અનન્યા પાંડે અને લક્ષ્યની ‘ચાંદ મેરા દિલ’ ફર્સ્ટ લૂક લોંચ ચાંદ મેરા દિલ લક્ષ્યની ૨૦૨૩ની એક્શન ફિલ્મ કિલ પછી મોટા પડદા પર વાપસી દર્શાવે છે ચાંદ મેરા દિલએક મ્યુઝિકલ લવ સ્ટોરી હોવાનું કહેવાય છે, જેમાં કેટલીક ચાર્ટબસ્ટર ગીતો હશે. આ ફિલ્મમાં અનન્યા પાંડે અને લક્ષ્ય લીડ રોલમાં છે.
વિવેક સોની દ્વારા ર્નિદેશિત આ રોમેન્ટિક ડ્રામા કરણ જાેહરનાં ધર્મા પ્રોડક્શન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.અનન્યા પાંડે અને લક્ષ્ય એક આધુનિક પ્રેમકથા રજૂ કરતી આ રોમેન્ટિક ડ્રામામાં પહેલી વખત સાથે જાેવા મળશે.ચાંદ મેરા દિલનામની આ ફિલ્મ ૨૨ મે, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. રિલીઝ ડેટની જાહેરાત સાથે, નિર્માતાઓએ બંને કલાકારોનો ફર્સ્ટ લુક પણ રજૂ કર્યાે હતો, જેમાં તે બંને પ્રેમમાં ડૂબેલા કપલ તરીકે દેખાય છે.ફિલ્મને રિલીઝ માટે થોડો સમય રાહ જાેવી પડી હતી, પરંતુ હવે આ રોમેન્ટિક ડ્રામા આખરે ૨૨ મે, ૨૦૨૬ના રોજ થિએટર્સમાં આવશે. સોમવારેપ્રોડ્યુસર કરણ જાેહરે રિલીઝ ડેટ સાથે કલાકારોનો ફર્સ્ટ લુક જાહેર કર્યાે. આ અંગેની સોશિયલ મીડિયા પોસ્ટની કેપ્શનમાં તેણે લખ્યું હતું, “એક એવી પ્રેમકથા જ્યાંપજીવન પ્રેમકરતાં ઝડપથી આગળ વધે છે. ચાંદ મેરા દિલ ૨૨ મે, ૨૦૨૬એ સિનેમાઘરોમાં.”ઈમેજીસના કેરોસેલમાં મુખ્ય પાત્રો (અનન્યા પાંડે અને લક્ષ્ય)ના જીવનના અલગ-અલગ તબક્કાઓ બતાવવામાં આવ્યા છે. શરૂઆતમાં તેઓ એકબીજાનાં પ્રેમમાં પડે છે, જે સરળ લાગે છે.
પરંતુ સાથે આગળ જતાં જીવન એટલું સરળ નથી રહેતું. જ્યારે તે બંને પોતાનાં સંબંધને સમજવાનો પ્રયત્ન કરે છે, ત્યારે જીવન તેમની કહાનીનો માર્ગ બદલી નાખે છે. નવા પોસ્ટરમાં લખ્યું છે, “જ્યારે પ્રેમ જીવન કરતાં ઝડપથી વધે છેપદરેક પ્રથમ પ્રેમને બીજી તક મળતી નથીપ”નવેમ્બર ૨૦૨૪માં, કરણ જાેહરે ફિલ્મના ઘણા પોસ્ટર્સ શેર કર્યાં હતાં અને જાહેરાત કરી હતી કે તેની૨૦૨૫માં થિયેટ્રિકલ રિલીઝ થશે. ફિલ્મ સાથે જાેડાયેલાં એક સુત્રના જણાવ્યા અનુસાર, આ એક મ્યુઝિકલ લવ સ્ટોરી હોવાથી, કરણ જાેહર તેના મ્યુઝિક આલ્બમની પર ખાસ ધ્યાન આપી રહ્યા છે. કદાચ આ જ કારણ છે કે નિર્માતાઓએ રિલીઝ ડેટ નક્કી કરવા માટે થોડો વધુ સમય લીધો.ચાંદ મેરા દિલલક્ષ્યની૨૦૨૩ની એક્શન ફિલ્મકિલપછી મોટા પડદા પર વાપસી દર્શાવે છે. તે છેલ્લે આર્યન ખાનની ડિરેક્ટોરીયલ ડેબ્યુ વેબ સિરીઝધ બૅડ્સ ઓફ બોલિવૂડમાં જાેવા મળ્યો હતો. અનન્યા પાંડે વિશે વાત કરીએ તો, તેણે ૨૦૨૫ની શરૂઆતકેસરી ચેપ્ટર ૨થી કરી, ત્યારબાદ તે કાર્તિક આર્યન સાથેતું મેરી મેં તેરા મેં તેરા તું મેરીમાં જાેવા મળી હતી.





