
‘એનિમલ’ ફિલ્મની અભિનેત્રી સાથેનું પોતાનું પહેલું વર્કઆઉટ યાદ કર્યો ‘રશ્મિકા મંદાના જિમમાં રાક્ષસની જેવી ટ્રેનિંગ કરે છે’ : ક્રિતિ સેનન ક્રિતિ સેનને કિસ્સો ગાયક અને એક્ટ્રેસ સોફી ચૌધરીને ‘ફેમસલી ફિટ વિથ સોફી’ ટોક શોમાં જણાવ્યો હતો જ્યારે કૃતિ સેનને રશ્મિકા મંદાનાનાં સઘન વર્કઆઉટની ગતિ સાથે મેચ કરવાનો પ્રયાસ કર્યાે, ત્યારે તે તેના માટે ભારે પડી ગયું હતું, તાજેતરમાં ક્રિતિએ આ અંગેના પોતાના અનુભવો જણાવ્યા હતા.ક્રિતિએ તાજેતરમાં ખુલાસો કર્યાે કે તેને ખબર નહોતી કે રશ્મિકા મંદાના જિમમાં કેવી રીતે ટ્રેનિંગ કરે છે.
‘એનિમલ’ ફિલ્મની અભિનેત્રી સાથેનું પોતાનું પહેલું વર્કઆઉટ યાદ કરતાં, જેઓનો જિમ ટ્રેનર એક જ છે, ક્રિતિ સેનને જણાવ્યું કે તેણે તેની સાથે સ્પર્ધા કરવાનો પ્રયાસ કર્યાે, પરંતુ પછી સમજાયું કે તે ભૂલ હતી.“એક વખત એવું થયુંપ મારો ટ્રેનર રશ્મિકા મંદાનાને પણ ટ્રેનિંગ આપતો હતો. એક દિવસ અમે વિચાર્યું કે સાથે વર્કઆઉટ કરીએ. હું પહેલા ક્યારેય રશ્મિકાને મળી નહોતી. અમે લેગ વર્કઆઉટ કરી રહ્યાં હતાં. હું કાર્ડિયો કરતી નથી. કારણ કે મારે મસલ્સ બનાવવાનાં છે, એટલે હું વચ્ચે બ્રેક લઉં છું અને તે તો જાણે જાનવર જેવી ટ્રેનિંગ કરે છે. તે અટકતી જ નથી. કારણ કે તે સતત એક પછી એક કસરતો કરતી હતી, હું પણ સતત એક પછી એક કસરત કરતી રહી. તે તો ચાલી ગઈ. મને ચક્કર આવવા લગ્યા. હું ખરેખર બેહોશ થવાની હાલતમાં આવી ગઈ હતી.” ક્રિતિ સેનને આ કિસ્સો ગાયક અને એક્ટ્રેસ સોફી ચૌધરીને ‘ફેમસલી ફિટ વિથ સોફી’ ટોક શોમાં જણાવ્યું હતું.





