
મામ્મુટ્ટીએ કહ્યું, પહેલી ફિલ્મમાં દિકરાએ મને છેતર્યાે લોકાહની સિક્વલની ફી મળશે તો જ શૂટ કરીશ : મામ્મુટ્ટી કલ્યાણી પ્રિયદર્શન આ ફિલ્મમાં ‘ચંદ્રા’નું મુખ્ય પાત્ર ભજવે છે, જેને ‘કલિયાંકટ્ટુ નીલી’ તરીકે ઓળખવામાં આવે છે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, મમ્મુટ્ટીએ ‘લોકાહ ચેપ્ટર ૧’માં પોતાના કેમિયો વિશે ખુલાસો કર્યાે અને ફિલ્મના સીક્વલ વિશે પણ વાત કરી હતી.
જ્યારે ડોમિનિક અરુણની સુપરહિરો ફિલ્મ ‘લોકાહ ચેપ્ટર ૧: ચંદ્રા’ ગયા વર્ષે થિયેટરોમાં રિલીઝ થઈ, ત્યારે કલ્યાણી પ્રિયદર્શન, નસ્લેન અને સેન્ડી સ્ટારર આ ફિલ્મે ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યાં હતાં. ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કર્યું અને દુલકર સલમાન, જેણે ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી, તેણે પોતાના પિતા મમ્મુટ્ટીના અવાજનો ઉપયોગ ‘મૂથોન’ના પાત્ર માટે કર્યાે હતો. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં મામ્મુટ્ટીએ મમ્મુટ્ટીને ‘લોકાહ’માં સુપરહિરો લીડર ‘મૂથોન’ને અવાજ આપવાના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “તેમણે મને કહ્યું જ નહોતું કે હું એમાં છું. શરૂઆતમાં, તે (દુલકર) મને કામ માટે કહેવા આવ્યો નહોતો. તેના મેનેજર અને મિત્રએ, મને અવાજ આપવા કહ્યું. ‘વેન્ડા, નો’, બસ એટલું જ મેં કર્યું. ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલ હાથ મારો નથી. ફિલ્મ આવ્યા પછી જ તેમણે કહ્યું કે એ તમે છો અને તમારો હાથ છે. હવે આ પાત્ર ભજવવાની જવાબદારી મારા પર આવી ગઈ છે. ખરેખર તેમણે મને છેતર્યાે અને પાછળથી વાત કરી. આ છે તેની પાછળની કહાની.”જ્યારે તેમને કહેવામાં આવ્યું કે દુલકરે એક વખત કહ્યું હતું કે મમ્મુટ્ટીને સિક્વલ માટે મનાવવા પડશે, ત્યારે તેણે મજાકમાં જવાબ આપ્યો, “મેં એમને કહ્યું કે માત્ર મને મનાવવાનો જ નથી, તમારે મને ફી માટે પણ મનાવવો પડશે. તે માટે એમણે પણ તૈયાર રહેવું પડશે.” કલ્યાણી પ્રિયદર્શન આ ફિલ્મમાં ‘ચંદ્રા’નું મુખ્ય પાત્ર ભજવે છે, જેને ‘કલિયાંકટ્ટુ નીલી’ તરીકે ઓળખવામાં આવે છે, જે એક યક્ષીની (વેમ્પાયર જેવી પ્રાણી) છે. નસ્લેન ‘સન્ની’ નામના માનવનું પાત્ર ભજવે છે, જે તેના પ્રેમમાં પડે છે, જ્યારે સેન્ડી વિલન પાત્ર ઇન્સ્પેક્ટર નચિયપ્પા ગૌડા ભજવે છે, જે પછી યક્ષ (પુરુષ સ્વરૂપ)માં બદલાય છે. ફિલ્મ આગળ વધે તેમ ઘણા અલૌકિક પાત્રોને રજૂ કરે છે. તેમાંનું એક પાત્ર ‘મૂથોન’ છે, જે સ્ક્રીન પર દેખાતું નથી પરંતુ તેને મામ્મુટ્ટીએ અવાજ આપ્યો છે. ટોવિનો થોમસ, જે ‘લોકાહ ચેપ્ટર ૨’માં મુખ્ય ભૂમિકામાં હશે, તેને ‘માઇકલ’ નામના ચાથન (ગોબ્લિન જેવી પ્રાણી) તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. તેના ૩૮૯ ભાઈ-બહેનો છે, જે બધા તેની જેમ જ દેખાય છે. દુલકર ‘ચાર્લી’ નામના ઓડિયન (અડધો માનવ અડધો પ્રાણી નિન્જા)નું પાત્ર ભજવે છે. ફિલ્મ અંતે આ બધા પાત્રોની વાપસીની ઝલક આપે છે. પરંતુ ‘લોકાહ’એ વર્લ્ડવાઇડ ૩૦૦ કરોડ કમાયા પછી પણ, સીક્વલનું શૂટ હજુ શરૂ થયું નથી.





