
વૈભવ સૂર્યવંશીનું નિવેદન ચર્ચામાં મોટા ગજાના બોલરો સામે નથી અનુભવતો દબાણ બસ બોલ જાેઉં છું, બોલર નહીં : વૈભવ સૂર્યવંશી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચમાં માત્ર ૨૬ બોલમાં ૩૦૦ના સ્ટ્રાઈક રેટથી ૭૮ રન ફટકારીને સનસનાટી મચાવનાર ૧૫ વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની સફળતાનું રહસ્ય ખોલ્યું છે. મેચ બાદ સૂર્યવંશીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તે સામેવાળા બોલરના નામથી ક્યારેય પ્રભાવિત થતો નથી, તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર આવતા બોલ પર જ હોય છે.
વૈભવે પોતાની માનસિકતા સ્પષ્ટ કરતા કહ્યું કે, “મારા મગજમાં એ વાત ચોક્કસ હોય છે કે સામે જસપ્રીત બુમરાહ કે જાેશ હેઝલવુડ જેવા દિગ્ગજ બોલરો છે, પરંતુ રમતી વખતે હું માત્ર બોલ પર જ ધ્યાન આપું છું”. આ મેચમાં તેણે હેઝલવુડને ખાસ નિશાને લીધો હતો અને સતત ૪ બોલમાં ૩ ચોગ્ગા અને ૧ છગ્ગો ફટકારીને મેચનો આખો રૂખ બદલી નાખ્યો હતો. તેની આ ઈનિંગને કારણે ઇઝ્રમ્ના બોલરો સંપૂર્ણપણે બેકફૂટ પર આવી ગયા હતા.
નાની ઉંમરે મોટી સફળતા મળવા છતાં વૈભવ જમીન સાથે જાેડાયેલો છે. તેણે પોતાની આ સફળતાનો શ્રેય પિતા સંજીવ અને ટીમના સપોર્ટ સ્ટાફ રોમી ભીંડરને આપ્યો હતો. આ બંને તેને સતત યાદ અપાવતા રહે છે કે ક્રિકેટ એક લાંબી યાત્રા છે અને માત્ર રમત પર જ ફોકસ જાળવી રાખવું જાેઈએ.
માત્ર ૨૬ બોલમાં ૮ ચોગ્ગા અને ૭ છગ્ગાની મદદથી ૭૮ રન બનાવ્યા હોવા છતાં વૈભવ સંપૂર્ણ સંતુષ્ટ નહોતો. તેણે સ્વીકાર્યું હતું કે ૭૮ રને આઉટ થવું તેને ખટક્યું છે. તેનું માનવું છે કે જાે તે અંત સુધી ટકી રહ્યો હોત, તો ટીમ માટે વધુ ૨૦ રન જાેડી શક્યો હોત, જે મેચના પરિણામ માટે નિર્ણાયક સાબિત થઈ શક્યા હોત.





