
દુનિયા ટેન્શનમાં અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ CENTCOM એ હોર્મુઝની નાકાબંધી કર્યાની જાહેરાત કરી ટ્રમ્પે રવિવારે ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને સંકેત આપ્યા હતા કે અમેરિકા ‘અવૈધ ટોલ’ વસૂલતા જહાજાેને રોકશે વૈશ્વિક તેલ પુરવઠા માટે અત્યંત મહત્વના ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડે સત્તાવાર જાહેરાત કરી છે કે, ૧૩ એપ્રિલ ભારતીય સમય મુજબ સાંજે ૭:૩૦ વાગ્યાથી ઈરાની બંદરોની સંપૂર્ણ નાકેબંધી કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકન નૌસેના હવે એક્શન મોડમાં આવી ગઈ છે.CENTCOM એ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે, ઈરાની બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતા-જતા તમામ દેશોના જહાજાે વિરુદ્ધ આ નાકેબંધી નિષ્પક્ષ રીતે લાગુ કરવામાં આવશે. જેમાં અરબની ખાડી અને ઓમાનની ખાડીના કિનારાની સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. જાેકે, ગેર-ઈરાની બંદરો તરફ જતા જહાજાેની અવરજવર પર કોઈ રોક નહીં હોય, પરંતુ વ્યાપારી જહાજાેને સતત અમેરિકન નૌસેનાના સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે.ટ્રમ્પે રવિવારે ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને સંકેત આપ્યા હતા કે અમેરિકા ‘અવૈધ ટોલ’ વસૂલતા જહાજાેને રોકશે. આ પાછળનું મુખ્ય કારણ ‘પેટ્રોડોલર’ સિસ્ટમ સામેનો પડકાર હોવાનું મનાય છે. અહેવાલો મુજબ, ઘણા જહાજાે અમેરિકન પ્રતિબંધોથી બચવા માટે ચીની કરન્સી ‘યુઆન’ નો ઉપયોગ કરી રહ્યા હતા, જેને રોકવા વોશિંગ્ટને ચીન અને ઈરાન બંને સામે કડક વલણ અપનાવ્યું છે.બીજી તરફ, ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સે પણ ચેતવણી આપી છે કે જાે હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકી સૈન્ય જહાજાે આવશે, તો હાલમાં અમલી ‘સીઝફાયર’ (યુદ્ધવિરામ) તોડી નાખવામાં આવશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ ધમકી સામે નમશે નહીં અને પોતાના રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે પલટવાર કરશે.





