૧૭ મુખ્ય જાેખમોની ઓળખ કરવામાં આવી ૨૧૦૦ સુધીમાં AI અને પરમાણુ યુદ્ધ માનવ અસ્તિત્વ માટે ખતરો મૂલ્યાંકન માટે નિષ્ણાતોએ સ્વાસ્થ્ય અને અસ્તિત્વ સામે ઊભાં થઈ શકે તેવાં સેંકડો જાેખમોનો અભ્યાસ કર્યાે પરમાણુ યુદ્ધ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના દુરુપયોગથી વિકસાવવામાં આવતાં જૈવિક હથિયારો આ સદીના અંત સુધીમાં માનવજાતના અસ્તિત્વ સામે ગંભીર જાેખમ ઊભું કરી શકે છે. ધ લેન્સેટ કમિશન ઓન ૨૧સ્ટ સેન્ચુરી ગ્લોબલ થ્રેટ્સ ટુ હેલ્થના નવા વૈશ્વિક મૂલ્યાંકનમાં આ ચેતવણી આપવામાં આવી છે.આ મૂલ્યાંકન માટે નિષ્ણાતોએ સ્વાસ્થ્ય અને અસ્તિત્વ સામે ઊભાં થઈ શકે તેવાં સેંકડો જાેખમોનો અભ્યાસ કર્યાે હતો. તેમાં ૧૭ મુખ્ય જાેખમોની ઓળખ કરવામાં આવી છે. અહેવાલમાં જણાવાયું છે કે એઆઈનો દુરુપયોગ કરીને જૈવિક હથિયારોના વિકાસમાં મદદ મેળવી શકાય છે. આ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ માનવ સ્વાસ્થ્ય અને વૈશ્વિક સુરક્ષા માટે ગંભીર પરિણામો લાવી શકે છે.પરમાણુ યુદ્ધની અસર માત્ર તાત્કાલિક જાનહાનિ સુધી મર્યાદિત નહીં રહે. મોટા પાયે પરમાણુ વિસ્ફોટથી વાતાવરણમાં ધૂળ અને અન્ય કણો ફેલાઈ શકે છે, જે સૂર્યપ્રકાશને અવરોધી શકે છે. તેના કારણે વૈશ્વિક તાપમાન અને ખેતી પર અસર પડી શકે છે તથા મોટા પાયે ભૂખમરાની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ પરિસ્થિતિ માનવજાતના અસ્તિત્વ માટે પણ જાેખમી બની શકે છે.મૂલ્યાંકનમાં અન્ય ૧૫ મોટા જાેખમોની પણ ઓળખ કરવામાં આવી છે. તેમાં વાયુ પ્રદૂષણ, આબોહવા પરિવર્તન, એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ, બાળ કુપોષણ, પરંપરાગત યુદ્ધો, આંતરરાષ્ટ્રીય આરોગ્ય સહાયમાં ઘટાડો, હાઈ બ્લડ પ્રેશર, આવકની અસમાનતા, શિક્ષણનું નીચું સ્તર, કુદરતી રોગચાળા, સ્થૂળતા, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ, ધૂમ્રપાન અને બિનઆરોગ્યપ્રદ વૃદ્ધાવસ્થાનો સમાવેશ થાય છે.




