ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ખરાબ સમાચાર ભારતીય ટેસ્ટ ટીમનો સ્ટાર બેટ્સમેન સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત થયો ભારતીય ટીમ ૨૨ ઓક્ટોબરથી ન્યૂઝીલેન્ડનો પ્રવાસ શરૂ કરવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચ પણ રમાવાની છે ટીમ ઈન્ડિયા થોડા દિવસોમાં ન્યુઝીલેન્ડના પ્રવાસ માટે રવાના થશે. આ શ્રેણીમાં ૫ વન-ડે, ૫ T20 અને ૨ ટેસ્ટ મેચોનો સમાવેશ થાય છે. અગાઉની ટેસ્ટ શ્રેણીમાં ન્યુઝીલેન્ડે ભારતને ૩-૦થી હરાવ્યું હતું અને ટીમ ઈન્ડિયા તે હારનો બદલો લેવા આતુર છે. આથી ટીમ મેનેજમેન્ટે તમામ ટેસ્ટ ખેલાડીઓને રણજી ટ્રોફીમાં ભાગ લેવા કહ્યું છે અને કેટલાક વરિષ્ઠ ખેલાડીઓને ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે ઈન્ડિયા છની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યા છે. જાેકે, આ પ્રવાસ પહેલા રણજી મેચ દરમિયાન સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત થયો છે. જયપુરમાં હાલમાં તમિલનાડુ અને રાજસ્થાન વચ્ચે રણજી ટ્રોફીની મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સાઈ સુદર્શન તમિલનાડુની ટીમનો ભાગ છે. મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી. રાજસ્થાનના કરણ લાંબાએ કવર ડ્રાઈવ ફટકારી હતી અને બોલ રોકવાના પ્રયાસમાં સુદર્શન ઈજાગ્રસ્ત થયો હતો. જાેકે ઈજા ગંભીર જણાતી નહોતી, તેમ છતાં સપોર્ટ સ્ટાફના સભ્યો તેને મેદાનની બહાર લઈ ગયા હતા.
સાઈ સુદર્શન તાજેતરમાં જ ક્રિકેટના મેદાન પર પરત ફર્યો હતો. તે ઓસ્ટ્રેલિયા છ સામેની ટેસ્ટ અને વન-ડે શ્રેણી માટે ઈન્ડિયા છ ટીમનો ભાગ હતો. તેને ન્યુઝીલેન્ડમાં ૨૬ ઓક્ટોબરથી શરૂ થનારી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે પણ ઈન્ડિયા A ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ પ્રવાસ પહેલા તેની ઈજા થવી એ ખરાબ સમાચાર છે. તાજેતરમાં જ ઈજામાંથી સાજા થયા બાદ આ નવી સમસ્યા તેની ફિટનેસ અંગે પ્રશ્નો ઊભા કરે છે અને સંભવિતપણે ટીમ ઈન્ડિયામાં પસંદગીની તેની તકોને અવરોધી શકે છે.
સાઈ સુદર્શન છેલ્લા એક વર્ષથી ટીમ ઈન્ડિયામાં નંબર ૩ બેટ્સમેન રહ્યો છે. જાેકે, શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં સુદર્શન ઈજાગ્રસ્ત થતાં પડિક્કલને ત્રીજા ક્રમે બેટિંગ કરવાની તક મળી. તેણે શ્રીલંકા સામેની બંને ટેસ્ટ મેચોમાં સદી ફટકારી અને ટીમ ઈન્ડિયાના ત્રીજા ક્રમના બેટ્સમેન તરીકે પોતાની પસંદગી પાકી કરી લીધી.
હવે સાઈ સુદર્શન બેકઅપ ખેલાડી બની ગયો છે. ન્યુઝીલેન્ડની પરિસ્થિતિઓમાં ઈન્ડિયા A માટે સારું પ્રદર્શન કરીને તેની પાસે પડિક્કલ કરતાં આગળ નીકળીને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવાની તક છે. જાેકે, ઈજામાંથી સાજા થઈને તે સંપૂર્ણ ફિટનેસ મેળવવામાં નિષ્ફળ જશે, તો તેને ન્યુઝીલેન્ડના પ્રવાસમાંથી સંપૂર્ણપણે બહાર થવું પડી શકે છે.




