
બિહારમાં ૭૫ વર્ષમાં પહેલીવાર ભાજપના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા જેડીયુના કોટાથી વિજયકુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા : આજે ફક્ત ત્રણ નેતાઓના જ શપથગ્રહણ થયા
બિહારમાં ભાજપે ઈતિહાસ રચ્યો છે. ૭૫ વર્ષમાં પહેલીવાર રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રી બન્યા છે. સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલ સૈય્યદ અતા હસનૈને તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. તેમણે બિહારના ૨૪માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધી. સમ્રાટ ચૌધરીએ બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા જ્યારે જેડીયુના કોટાથી વિજયકુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. આજે ફક્ત આ ત્રણ નેતાઓના જ શપથગ્રહણ થયા. આ ભવ્ય શપથગ્રહણ સમારોહમાં ભાજપના અધ્યક્ષ નીતિન નબીન, કેન્દ્રીયમંત્રી જેપી નડ્ડા, ચિરાગ પાસવાન અને જીતનરામ માંઝી ખાસ હાજર રહ્યા હતા. શપથગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી નીતિશકુમાર પણ હાજર રહ્યા. શપથ લેતા પહેલા સમ્રાટ ચૌધરી મંદિર ગયા અને ત્યાં પૂજાપાઠ પણ કર્યા હતા. મંગળવારે સાંજે ભાજપે આ વખતે વધુ ન ચોંકાવતા વિધાયક દળના નેતા તરીકે સમ્રાટ ચૌધરીને ચૂંટ્યા હતા. આ સાથે જ હવે બિહારમાં સમ્રાટ યુગ શરૂ થશે.
સમ્રાટ ચૌધરીના નામ પર નીતિશકુમાર પણ રાજી હતા. મંચ પરથી તેમણે અનેક વખત ઈશારામાં સમ્રાટને આગળ પણ વધારેલા હતા. સીએમ પદ મળ્યા બાદ સમ્રાટ ચૌધરીએ કહ્યું હતું કે વિધાયક દળની બેઠકમાં નીતિશકુમારે પોતે જ તેમના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેમને આશીર્વાદ આપ્યા હતા. બિહારના રાજકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે. સમ્રાટ ચૌધરીએ પટનાના લોકભવનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં બિહારના ૨૪મા મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કર્યા છે. રાજ્યપાલ સૈયદ અતા હસનૈને તેમને શપથ લેવડાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, બિહારના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળી હોય. સમ્રાટ ચૌધરીની સાથે ત્નડ્ઢેં ક્વોટામાંથી વિજય કુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આજના કાર્યક્રમમાં માત્ર આ ત્રણ નેતાઓના જ શપથ લેવામાં આવ્યા છે, શપથ સમારોહમાં હાજરી આપવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝી જેવા નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમ્રાટ ચૌધરીની વાત કરીએ તો તેમનું કોઈ આરએસએસ બેકગ્રાઉન્ડ કે પહેલેથી ભાજપમાં હતા એવું નહતું. પરંતુ આમ છતાં બિહારમાં પહેલીવાર ભાજપના સીએમ અને એ પણ તેમના નામે કળશ ઢોળાયો. સમ્રાટ ચૌધરીએ પોતાની રાજકીય ઈનિંગની શરૂઆત લાલુ પ્રસાદ યાદવની આરજેડીથી કરી હતી. ત્યારબાદ જેડીયુમાં થઈને ૮ વર્ષ પહેલા ભાજપમાં જાેડાયા હતા. આરજેડી અને જેડીયુમાં હતા ત્યારે સમ્રાટ ચૌધરી વિધાયક અને મંત્રી જરૂર બન્યા હતા પરંતુ રાજનીતિક બુલંદી ભાજપમાં આવીને મેળવી. સમ્રાટ જે સ્પીડથી આગળ વધ્યા તમામ ભાજપના નેતાઓને તેમણે પાછળ છોડ્યા અને આજે તેઓ ભાજપના મુખ્યમંત્રી બન્યા. બિહારના રાજકારણમાં સમ્રાટ ભાજપના કુશળ રણનીતિકાર અને પછાત વર્ગના ચહેરા તરીકે આગળ આવ્યા. નીતિશની એનડીએમાં વાપસી થતા સમ્રાટ ચૌધરી ભાજપના કોટામાંથી ડેપ્યુટી સીએમ બન્યા હતા. તેમણે રામલલ્લાને પાઘડી સોંપી અને નીતિશના રાજકીય વારસદાર તરીકે પોતાને મજબૂત કરવામાં મહેનત કરી.
ડેપ્યુટી સીએમ હતા ત્યારે સમ્રાટ ચૌધરી સત્તાના એક મજબૂત પ્રશાસક અને ભરોસાપાત્ર વિકલ્પ તરીકે ઊભર્યા. પરિણામ સ્વરૂપે ૨૦૨૫ની ચૂંટણીમાં સમ્રાટ ચૌધરી વિપક્ષી દળોના નિશાને પણ રહ્યા. જેના કારણે ૨૦૨૫ની જીત બાદ નીતિશકુમારે સમ્રાટને ડેપ્યુટી સીએમ ફરીથી બનાવ્યા અને બિનસત્તાવાર રીતે પોતાના વારસદાર પણ જણાવ્યા. ભાજપના વિધાયકોએ તેમને સર્વસંમતિથી પોતાના નેતા માન્યા હતા.





