( નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
બિહારના પૂર્વ પોલીસ અધિકારીએ એક વ્યક્તિની જાતિ જાણ્યા બાદ તેની પર બર્બર્રતાપૂર્વક હુમલો કરી એના પગ ભાંગી નાખવાના કેસમાં આ પૂર્વ પોલીસ અધિકારી સામે પટના હાઇકોર્ટે એફઆઇઆર (FIR) નોંધવાનો નિર્દેશ આપ્યો છે સુનાવણી દરમિયાન અદાલતે ગંભીર અવલોકન કરતા જણાવ્યું હતું કે જો પોલીસની આવી અનિયંત્રિત મનમાની પર લગામ લગાવવામાં નહીં આવે તો પોલીસ દળ "નાઝી જર્મની જેવુ" બની શકે છે. એટલું જ નહીં પરંતુ જો આ પ્રકારના વર્તન પર નિયંત્રણ અને અંકુશ રાખવામાં નહીં આવે તો સમગ્ર કાયદાનું શાસન અને દેશના નાગરિકોના જીવન તથા સ્વતંત્રતાનું બંધારણીય રક્ષણ હવામાં ઉડી જશે અને રાષ્ટ્રીય પોલીસ નાઝી જર્મની જેવી બની શકે છે. આ ટિપ્પણી માનનીય ન્યાયાધીશે કરતા જણાવ્યું હતું કે પોલીસે કાયદા મુજબ જ કાર્યવાહી કરવી જોઈએ. સમગ્ર મામલાની વિગતો એ પ્રકારની છે કે મનીષકુમાર નામના પીડિત દ્વારા દાખલ કરવામાં આવેલી રિટ પિટિશનની સુનાવણી દરમિયાન અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે લેખિત ફરિયાદ આપવા છતાં પણ પોલીસે આરોપી અધિકારી સામે એફઆઇઆર(FIR) નોંધી ન હતી.
આ ઘટના ૪ જુલાઈ,૨૦૨૪ ની છે જ્યારે અરજદાર મનીષકુમાર શૌચ ક્રિયા માટે જઈ રહ્યો હતો. આ દરમ્યાન તત્કાલીન SHO પાંડેએ તેને રોકીને તેને પૃષ્ઠ ભૂમિ અને જાતિ વિશે પૂછપરછ કરી હતી અને જાતિ જાણ્યા બાદ તેની પર હિચકારો હુમલો કર્યો હતો. જેના કારણે તેના બંને પગ ભાંગી ગયા હતા જ્યારે બીજી તરફ બકસરના પોલીસ અધિકારીએ (SP) આ આરોપોને ફગાવતા કોર્ટને જણાવ્યું હતું કે વરસાદી વાતાવરણમાં લપસી પડવાથી મનીષકુમારને ફ્રેકચર થયું હતું. અને તેની પર કોઈ પોલીસે હુમલો કર્યો નથી.
પટના હાઈકોર્ટે SP ના દાવાને નકારી નાંખતા સ્પષ્ટ કર્યું કે પીડિતની ફરિયાદ પ્રથમ દ્રષ્ટિએ સંજ્ઞેન ગુનો (કોગ્ની ઝેબલ ઓફેન્સ) દર્શાવે છે. અદાલતે કહ્યું કે આરોપી અધિકારી સામે કેસ ચલાવવા માટે કોઈ પૂર્વ મંજૂરીની જરૂર નથી. કારણકે નાગરિકો પર બર્બર હુમલો કરવો એ SHO ની સરકારી ફરજનો ભાગ ન હોઈ શકે અને પટના હાઈકોર્ટે પૂર્વ પોલીસ અધિકારી (SHO) સામે FIR નોંધવાનો કર્યો આદેશ.





