
હાલ આ ટાઈટલના હક્ક ટી સીરિઝ પાસે છે અહાન-અનીતની ફિલ્મ માટે સતરંગા ટાઈટલ મેળવવા પ્રયાસ મોહિત આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવી રહ્યો હોવાથી યશરાજે આ ટાઈટલ ટી સીરિઝ પાસેથી ખરીદવું પડે તેમ છે અનીત પડ્ડા તથા અહાન પાંડેની નવી ફિલ્મમાં ટાઈટલનું વિધ્ન આવ્યું છે. દિગ્દર્શક મોહિત સૂરી ફિલ્મની વાર્તા પ્રમાણે આ ફિલ્મનું ટાઈટલ ‘સતરંગા’ રાખવા માગે છે. પરંતુ, આ ટાઈટલ હાલ ટી સીરિઝ દ્વારા રજિસ્ટર્ડ કરાવાયેલું છે. મોહિત આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવી રહ્યો હોવાથી યશરાજે આ ટાઈટલ ટી સીરિઝ પાસેથી ખરીદવું પડે તેમ છે.
પરંતુ, ટી સીરિઝ તે વેચવા તૈયાર થશે કે કેમ તે હાલના તબક્કે સ્પષ્ટ નથી. જાે આ સોદો પાર ન પડે તો મોહિતે ફિલ્મ માટે કોઈ નવું ટાઈટલ વિચારવું પડશે. ‘સૈયારા’નાં હિરો હિરોઈન તથા ડિરેક્ટરનાં ફરી કોલબરેશનથી બનનારી આ ફિલ્મની હજુ તો સ્ક્રિપ્ટ લખાઈ રહી છે અને મોહિત મોટાભાગે આ વર્ષના અંતથી શૂટિંગ શરુ કરી દે તેવી શક્યતા છે. તેનું પ્લાનિંગ આવતાં વર્ષે ફિલ્મ રીલિઝ કરી દેવાનું છે.





