
આકાશમાંથી વરસશે અગનવર્ષા! ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી અનેક શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને વટાવી ગયું એપ્રિલના છેલ્લા અઠવાડિયાની નજીક આવતાની સાથે હવામાન પેટર્નમાં અચાનક ફેરફાર થવાની તૈયારી થશે ગુજરાત સહિત દેશભરના અનેક રાજ્યોમાં હાલ ભારે ગરમી વધી રહી છે. ઉત્તર ભારતમાં એવું લાગે છે કે, જાણે આકાશમાંથી આગ વરસી રહી છે. ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી અનેક શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીને વટાવી ગયું છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) ઘણા રાજ્યો માટે આંશિક રાહતના સમાચાર લઈને આવ્યું છે.IMD અનુસાર એપ્રિલના છેલ્લા અઠવાડિયાની નજીક આવતાની સાથે હવામાન પેટર્નમાં અચાનક ફેરફાર થવાની તૈયારી છે. એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યું છે અને તેની અસરો ઉત્તર ભારતથી ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારત સુધીના વિશાળ પ્રદેશમાં અનુભવાશે.IMD એ આગાહી કરી છે કે, આગામી દિવસોમાં, વાવાઝોડા, જાેરદાર પવન અને વરસાદ ઘણા રાજ્યોમાં ફૂંકાશે. પવનની ગતિ ૭૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પરિણામે ૧૩ રાજ્યો માટે પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફારનો સંકેત આપતી હવામાન ચેતવણી જારી કરવામાં આવી છે. જ્યારે કેટલાક પ્રદેશોમાં હીટવેવ આવી શકે છે, તો અન્ય વિસ્તારોમાં કરા પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહી શકે છે, જ્યારે અન્યત્ર વાદળો અચાનક ભેગા થઈ શકે છે. દેશમાં આવી પરિસ્થિતિ છે તો આગામી સમયમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી જાેઈએ.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વેધર રિપોર્ટ પ્રમાણે, આગામી ૪૮ કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી. જાેકે, આગામી ત્રણ દિવસમાં ધીમે ધીમે ૨-૩ ડિગ્રીનો વધારો થવાની ધારણા છે. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે. રાજ્યમાં ૨૮મી એપ્રિલ સુધી ક્યાંય વરસાદની આગાહી નથી.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ૨૪થી ૨૫ એપ્રિલ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અગવડતા રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં હોટ એન્ડ હ્યુમિડ કન્ડિશન રહેવાની શક્યતા છે.
દેશના ઘણા ભાગોમાં તીવ્ર ગરમી પડી રહી છે, તાપમાન પહેલાથી જ ૪૦ ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. જાે કે, આ ગરમીની સાથે, રાહતની આશા પણ રહેલી છે. ૈંસ્ડ્ઢ અનુસાર આ હવામાન પરિવર્તનની અસર સૌપ્રથમ આગામી ૩૬ કલાકમાં પહાડી પ્રદેશોમાં જાેવા મળશે. ત્યારબાદ ધીમે ધીમે મેદાનો સુધી ફેલાશે. વરસાદ અને વાવાઝોડા સાથે જાેરદાર પવન ફૂંકાશે. કેટલાક સ્થળોએ કરા પણ પડી શકે છે.
ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. દક્ષિણ ભારતમાં એક નવી હવામાન પ્રણાલી પણ સક્રિય થઈ રહી છે. આગામી દિવસોમાં દેશના દરેક ભાગમાં હવામાનનો એક અલગ પડકારનો સામનો કરવો પડશે.
આ કારણોસર, હવામાનશાસ્ત્રીના દ્રષ્ટિકોણથી ચાલુ સપ્તાહ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જનતાને સતર્ક રહેવા અને હવામાન અપડેટ્સ પર નજીકથી નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.





