
૧૫ લાખનું નુકસાન કવર કરવા જતાં બીજા ૫૧ લાખ ગયા! શેરબજારમાં રોકાણના નામે ૧૫ લાખનો થયો ફ્રોડ સારી નોકરી કરતા સમજદાર યુવકને એક નહીં બે-બે વખત શેરબજારમાં કમાણીની લાલચ આપીને લૂંટવામાં આવ્યો છે
શેરબજારમાં કમાણીની લાલચ કોઈને પણ અંધ બનાવી શકે છે. તેનું જીવતું-જાગતુ ઉદાહરણ પુણેથી સામે આવ્યું છે. પુણેના યુવક સાથે જે બનાવ બન્યો તેના વિશે જાણીને તમે પણ રીતસરના ચોંકી જશો. સારામાં સારી નોકરી કરતા સમજદાર યુવકને એક નહીં બે-બે વખત શેરબજારમાં કમાણીની લાલચ આપીને લૂંટવામાં આવ્યો છે.
આશ્ચર્યની વાત એ છે કે એક વખત છેતરપિંડી થાય, તો કોઈ વ્યક્તિ એટલો તો અડીખમ થઈ જ જાય કે તે બીજીવાર ક્યારેય આવી રીતે કોઈની વાતમાં ન આવે, પણ આ યુવક સાથે તો બીજી વખત પણ છેતરપિંડી થઈ. ચાલો સમગ્ર મામલો જાણીએ.
પિંપરી ચિંચવાડના રૂપીનગર વિસ્તારમાં રહેતા અને એક ઓટો મોબાઈલ કંપનીમાં કામ કરતા યુવકે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો જાેયા હતા, જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે મોટા નેતા ઈન્ટરનેશનલ માર્કેટમાં ટ્રેડિંગને પ્રમોટ કરી રહ્યા છે. આ વીડિયોમાં આપેલી લિંક પર ક્લિક કરીને તેણે ઈન્ટરનેશનલ ટ્રેડિંગ પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કર્યું. બીજા જ દિવસે તેને એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો, જેમાં તેને ટ્રિંડિંગ વિશે સમજાવવામાં આવ્યું અને એકાઉન્ટ ખોલવા માટે કહેવામાં આવ્યું.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, આ પછી તે યુવક સતત પૈસા ટ્રાન્સફર કરતો રહ્યો. તેણે લગભગ ૧૫ લાખ રૂપિયા આ પ્લેટફોર્મ પર લગાવી દીધા, પરંતુ જ્યારે તેણે પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો, તો ઠગોએ અલગ-અલગ બહાના બનાવીને પૈસા માંગવાનું શરૂ કરી દીધું. ત્યારે તેને શંકા ગઈ અને તેણે જવાબ આપવાનો બંધ કરી દીધો.
પહેલીવાર છેતરપિંડીમાં ૧૫ લાખ ગુમાવ્યા બાદ આ વ્યક્તિ ફરી એકવાર ઠગોની જાળમાં ફસાઈ ગયો. છેતરપિંડી બાદ ૧૫ લાખના નુકસાનને સરભર કરવાના રસ્તા શોધી રહ્યો હતો. ત્યારે તેણે સોશિયલ મીડિયા પર વધુ એક રોકાણની ઓફર જાેઈ. તેણે વિચાર્યું કે આ વખતે રોકાણ કરીને બધુ નુકસાન કવર કરી લઈશ. આ વિચારથી તેણે રજિસ્ટ્રેશન કર્યું અને આ વખતે તેણે ૫૧ લાખ રૂપિયા રોક્યા.
જ્યાં તેણે રજિસ્ટ્રેશન કરીને ૫૧ લાખ રૂપિયા રોક્યા હતા, તે પ્લેટફોર્મ પર તેના પૈસા વધીને ૨.૭૬ કરોડ થઈ ગયા હોવાનું દેખાડવામાં આવ્યું. પરંતુ જ્યારે તેણે પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો, તો તેના પૈસા ઉપડ્યા જ નહીં. ત્યારે તેને અહેસાસ થયો કે તેની સાથે બીજી વખત પણ છેતરપિંડી થઈ છે.
આ પછી તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પિંપરી ચિંચવાડ સાયબર પોલીસે હ્લૈંઇ નોધી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઠગોએ પૈસા અલગ-અલગ રાજ્યોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા, જેમાં હરિયાણા, ગુજરાત અને દિલ્હી સામેલ છે. હવે પોલીસ આ બેંક એકાઉન્ટની તપાસ કરી રહી છે.





