(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
પ્રજા ને બેવકૂફ બનાવો અને સત્તા અંકે કરો પછી પ્રજાનું જે થવાનું હોય એ થાય પણ અમારું તરભાણું ભરો એવા મિથ્યાભિમાનમાં રાચતા ખંધા ખેલાડીઓ જેવા રાજકારણીઓએ પ્રજાની કમજોર માનસિકતાની નસ પકડી લીધી છે કે ચૂંટણીઓમાં ધર્મની વાતો, હિન્દુ-મુસ્લીમની વાતો, હિન્દુત્વ ખતરામાં છે ની વાતો જેવા લાગણીશીલ મુદ્દાઓને ઉછાળવાથી ભડકેલી પ્રજા આમની વાતોમાં આવીને પાછા એના એજ ખોટા સિક્કાઓને સત્તાના સિંહાસન પર બેસાડી પ્રજા જ્યારે પોતાના જ પગ પર કુહાડો મારતી હોય ત્યારે એને ભગવાન પણ ના બચાવી શકે, કારણ ધર્મમાં અંધ બનેલી પ્રજા સત્તાધીશોને પ્રશ્નો કરવા લાયક રહેતી જ નથી.
એનો જ આ નમૂનો છે ગાંધીના ગુજરાત માં રાજકોટના કાલાવડ રોડ પરની સરાઝા હોટલમાં ચાલતી વિદેશી શરાબની હાઇપ્રોફાઇલ પાર્ટી અને ચાલતા હુક્કાબારમાંથી જેમાં ભાજપના જ MLA ના સંબંધી સહિત ૩૮ વ્યક્તિઓ (સ્ત્રી અને પુરુષો) નશાની હાલતમાં પકડાયા અને કલાકોમાં જ જામીન પર મુક્ત થઈ જાય છે. છતાં મજાલ છે પ્રજાની કે ગૃહમંત્રી ને પૂછે કે તમે તો કહેતા હતા કે ગુજરાત માંથી દારૂ અને ડ્રગ્સના દૈત્યને નેસ્તનાબૂદ કરાશે ત્યારે આ શું છે? એ સાથે નાયબ મુખ્યમંત્રી એ કહેલું કે જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી/વિદેશી દારૂ પકડાશે તો એ વિસ્તારના પોલીસ સ્ટેશનની અંડર માં આવતી પોલીસ ચોકીના પીઆઈ અને પીએસઆઇ ને પણ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે. આ વાત નું શું સૂરસુરિયું થઈ ગયું? કે પછી પગલાં લેવાશે?
જે પ્રજા તૂટેલા રોડ રસ્તા અને નકલી ઘી, નકલી પનીર, નકલી દૂધ, નકલી માવો અને નકલી પ્રસાદ સાથે નકલી ડોક્ટરોની આદી બની ગઈ હોય એનામાં એ ખમીર ક્યાંથી આવે કે મેયર સાહેબ તમે તમારું અને તમારા અધિકારીઓ, પદાધિકારીઓના આરોગ્યની ચિંતા કરીને અમારા જ (પ્રજાના) પૈસામાંથી ૭૫૦/- રૂપિયા કિલોના ભજીયા ખાઈ ને આનંદ માણ્યો પણ તૂટેલા રોડ અને નકલી ખાધ્ય પદાર્થોથી પ્રજાના તૂટતા હાડકા અને બગડતા આરોગ્યની ચિંતા કેમ ના કરી? અને આ જ કારણે ગાંધીનું ગુજરાત દારૂબંધીના ધજીયા ઉડાડે પણ પ્રજાને એની કંઈજ પરવા નથી.




