
સ્ટોરીમાં ફેરફારને બહાને રવાના કરાઈ.વેબ સીરિઝ રોયલ-ટુમાંથી ભૂમિ પેડનેકર આઉટ.આ સીરિઝનો પહેલો ભાગ રીલિઝ થયો ત્યારે ઈશાન ખટ્ટરની એક્ટિંગના વખાણ થયાં હતાં. સીરિઝ ઓવરઓલ લોકોને પસંદ પડી હતી.વેબ સીરઝ ‘ધી રોયલ્સ’ની બીજી સીઝનમાંથી ભૂમિ પેડનેકર આઉટ થઈ ગઈ છે. આ સીરિઝમાં ઈશાન ખટ્ટર મુખ્ય હિરો છે. વિતેલા જમાનાની અભિનેત્રી ઝિન્નત અમાને આ સીરિઝથી ઓટીટી પર ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત સીરિઝમાં ટીવી સ્ટાર સાક્ષી તંવર પણ મહત્વની ભૂમિકામાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીજા ભાગમાં મોટાભાગના કલાકારો રીપિટ થવાના છે પરંતુ ભૂમિ પેડનેકરને રવાના કરી દેવાઈ છે. આ સીરિઝનો પહેલો ભાગ રીલિઝ થયો ત્યારે ઈશાન ખટ્ટરની એક્ટિંગના વખાણ થયાં હતાં. સીરિઝ ઓવરઓલ લોકોને પસંદ પડી હતી. પરંતુ મોટાભાગના લોકોએ આ સીરિઝમાં ભૂમિ મિસફિટ હોવાનું જણાવ્યું હતું. લોકોએ ત્યારે એવી ટીકાઓ કરી હતી કે ભૂમિએ તદ્દન વેઠ ઉતારી છે અને તે રોયલ પ્રિન્સના પ્રેમમાં પડતી આંત્રપ્રિન્યોર યુવતીની ભૂમિકા ભજવવામાં તદ્દન ફલોપ થઈ છે.





