હવે ‘પુષ્પા ૨’ પર નજર યશની ‘ટોક્સિક’ નો એડવાન્સ બુકિંગે ‘જવાન’ અને ‘એનિમલ’નો રેકોર્ડ તોડ્યો ભારતમાં ‘ટોક્સિક’ ફિલ્મે એડવાન્સ બુકિંગના ઓપનિંગના પ્રથમ ૨૪ કલાકમાં જ ૨.૫ લાખથી વધુ ટિકિટો વેચીને વિરોધીઓને ચોંકાવી દીધા મુંબઈ: સાઉથના રોકિંગ સ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફેન્સ આ ફિલ્મની આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યા હતા અને હવે તેનો ક્રેઝ બોક્સ ઓફિસના એડવાન્સ બુકિંગ પર સ્પષ્ટપણે જાેવા મળી રહ્યો છે. ‘ટોક્સિક’ એડવાન્સ ટિકિટ સેલમાં એક પછી એક મોટા રેકોર્ડ તોડી રહી છે અને બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચવાની દિશામાં આગળ વધી રહી છે. ચાલો વિગતે જાણીએ…હાલમાં ‘ટોક્સિક’ જે ફિલ્મનો એડવાન્સ બુકિંગ રેકોર્ડ તોડવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે, તે અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા ૨’ છે. ‘પુષ્પા ૨’ એ એડવાન્સ બુકિંગમાં કુલ ૩૧.૭૬ લાખ ટિકિટો વેચીને બુક માય શો પર ૧૦ લાખથી વધુ ટિકિટોનો ઓલ-ટાઇમ રેકોર્ડ બનાવ્યો હતો. બીજી તરફ, યશની ‘ટોક્સિક’ ના એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ માત્ર ૪૮ કલાકની અંદર ૪.૭ લાખથી વધુ ટિકિટોનું ધડાધડ વેચાણ થઈ ચૂક્યું છે.ભારતમાં ‘ટોક્સિક’ ફિલ્મે એડવાન્સ બુકિંગના ઓપનિંગના પ્રથમ ૨૪ કલાકમાં જ ૨.૫ લાખથી વધુ ટિકિટો વેચીને વિરોધીઓને ચોંકાવી દીધા હતા. આ તોફાની બુકિંગ સાથે યશની ફિલ્મે શાહરૂખ ખાનની ‘જવાન’જેણે એડવાન્સ બુકિંગમાં ૧.૫ લાખ ટિકિટો વેચી હતી. આ સાથે રણવીર સિંહની ‘ધુરંધર ૨’ ફિલ્મની એડવાન્સ બુકિંગમાં ૧.૩ લાખ ટિકિટો અને રણબીર કપૂરની ‘એનિમલ’ ફિલ્મની એડવાન્સ બુકિંગમાં ૫૫ હજાર ટિકિટો વેચાઈ હતી.. આ ત્રણેય ફિલ્મોના ઓપનિંગ ડે એડવાન્સ રેકોર્ડ સહેલાઈથી માત આપી દીધો છે. નોંધનીય છે કે, ૨૧ ઓગસ્ટે સવારે ૬ વાગ્યાથી આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. એક જ કલાકમાં ૧૦ હજારથી વધુ ટિકિટો બુક થઈ જતાં સર્વર પર ભારે ટ્રાફિક જાેવા મળ્યો હતો. આ ફિલ્મે પહેલા જ દિવસે એડવાન્સ બુકિંગથી ૧૮ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરી લીધું હતું. આ ફિલ્મ ૨૬ ઓગસ્ટના રોજ વિશ્વભરમાં બહુવિધ ભાષાઓમાં રિલીઝ થવાની છે. હવે જાેવાનું એ રહેશે કે રિલીઝના દિવસ સુધીમાં ‘ટોક્સિક’ ‘પુષ્પા ૨’ નો એડવાન્સ બુકિંગનો રેકોર્ડ તોડી શકે છે કે નહીં?





